For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ કુંદ્રાને બૉમ્બે હાઈકોર્ટે આપી વચગાળાની રાહત, 25 ઓગસ્ટે જામીન પર સુનાવણી

કથિત રીતે અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરાયેલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બૉમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કથિત રીતે અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરાયેલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બૉમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે. બુધવારે આ કેસમાં સુનાવણી કરીને બૉમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રાની ધરપકડ પર અંતરિમ રાહત આપી છે. હવે તેમની એક સપ્તાહ સુધી કોઈ ધરપકડ નહી કરી શકે. આ સાથે જ તેની જામીન અરજીનો પણ સ્વીકાર કરીને તેના પર 25 ઓગસ્ટે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે. જસ્ટીસ સંદીપ કે શિંદેની સિંગલ બેંચે બુધવારે રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી કરી. રાજ કુંદ્રાની જામીન અરજીનો પણ સ્વીકાર કરીને તેના પર 25 ઓગસ્ટે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે.

raj kundra

આ પહેલા 7 ઓગસ્ટે કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. વર્ષ 2020માં નોંધાયેલ એફઆઈઆરમાં રાજ કુંદ્રા સામે ઘણા ઑનલાઈન પ્લેટફૉર્મ્સ પર અશ્લીલ વીડિયો પ્રસારિત કરવાનો આરોપ છે. આ પહેલા રાજ કુંદ્રાની અંતરિમ જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી ત્યારબાદ તેણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હવે કેસ હાઈકોર્ટમાં છે. પોતાની અરજીમાં રાજ કુંદ્રાએ કહ્યુ છે કે સાઈબર સેલે ગયા વર્ષે જે એફઆઈઆર નોંધી છે તેમાં ક્યાંય પણ તેનુ નામ નથી. એટલુ જ નહિ તેણે આ કેસમાં પોલિસની તપાસમાં પૂરો સહયોગ આપ્યો છે અને ઘણી વાર નિવેદન પણ નોંધાવી ચૂક્યો છે.

કુંદ્રાએ પોતાની અરજીમાં કહ્યુ કે ફેબ્રુઆરી 2020માં તેના એક પરિચિતે તેને આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની એક કંપનીમાં રોકાણ કરવા માટે સંપર્ક કર્યો હતો. આ કંપની આર્ટિસ્ટને પોતાની પ્રતિભા બતાવવા અને ક્લાઈન્ટ સાથે વાતચતી કરવા માટે એક ડિજિટલ પ્લેટફૉર્મ આપે છે. આ બિઝનેસ સબ્ક્રિપ્શન મૉડલ પર આધારિત હતુ. રાજ કુંદ્રાએ કહ્યુ કે મને આ એક નવો અને અનોખો આઈડિયા લાગ્યો ત્યારબાદ મે આમાં શામેલ થવાનો નિર્ણય કર્યો.
તેણે દાવો કર્યો કે તે માત્ર ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2019 સુધી આ કંપની સાથે જોડાયેલો હતો. કુંદ્રાએ કહ્યુ કે તે ક્યારેય પણ કંપનીના અનુબંધ બનાવવામાં સક્રિય રીતે નથી જોડાયો. આ સાથે જ તેણે એ પણ દાવો કર્યો કે મને એ ખબર નહોતીકે કંપની આના માટે આર્ટિસ્ટ સાથે આ પ્રકારના કૉન્ટ્રાક્ટ કરાવે છે કે કયા પ્રકારના કન્ટેન્ટ બનાવવામાં આવે છે.

પોલિસે આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી. પોલિસે કહ્યુ કે અત્યાર સુધીની પૂછપરછના આધારે શિલ્પાનુ કોઈ પ્રકારનુ જોડાણ સામે આવ્યુ નથી. એડલ્ટ વીડિયો કેસમાં નામ આવ્યા બાદ રાજ કુંદ્રાને ગઈ 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલિસે રાજ કુંદ્રાને જામીન ન આપવા માટે દલીલ આપી હતી કે રાજ કુંદ્રાને જો જામીન આપવામાં આવે તો તે ફરીથી અશ્લીલ વીડિયો અપલોડ કરશે જેનાથી આપણી સંસ્કૃતિ પર અસર પડશે અને સમાજમાં ખોટો મેસેજ જશે. સાથે જ કહ્યુ હતુ કે વીડિયોની હજુ પણ તપાસ ચાલી રહી છે અને રાજ બહાર જઈને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.

English summary
Bombay High Court grants interim relief to Raj Kundra, bail application hearing on 25th August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X