For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં બોમ્બ વિસ્ફોટ, અન્ય ત્રણ હુમલાઓમાં 31ના મોત

By Super
|
Google Oneindia Gujarati News

bomb-blast
બગદાદ, 28 ઑક્ટોબરઃ ઇરાકમાં મેદાન પાસે થયેલા વિસ્ફોટ અને અન્ય ચરમપંથી હુમલાઓમાં બાળકો સહિત 31 લોકોના મોત નિપજ્યાં છે. આ હુમલાઓ ઇરાકના નેતૃત્વ દ્વારા નાગરીકોને સુરક્ષિત માહોલ આપવામાં પડી રહેલી મુશ્કેલીઓને ઉજાગર કરે છે. અધિકારીઓનું કહેવું છે કે તેમનો ઇરાદો ચાર દિવસના ઇદ ઉલ અજહાને હુમલાઓમાંથી મુક્ત કરાવવા માટે સુરક્ષા વધારવાનો છે.

તેમણે કહ્યું કે પૂર્વી બગદાદમાં બાવીયાના પાડોશમાં નાના બજાર અને એક ખેલ મેદાન પાસે બગદાદમાં બે વિસ્ફોટ થયા. પોલીસ અધિકારીએ કહ્યું કે આઠ લોકોની મોત થઇ જેમાં ચાર બાળકો સામેલ છે. બચ્ચો સહિત 24 અન્ય લોકો ઘાયલ થયા છે.

વિસ્ફોટથી પ્રભાવિત 35 વર્ષીય બાસેમ મોહમ્મદે કહ્યું કે, કોઇને વિસ્ફોટની આશંકા નહોતી, કારણ કે અમારા પાડોશી શાંતિમાં રહે છે અને આ ક્ષેત્ર રાજધાનીના અન્ય હિંસા પ્રભાવિત ક્ષેત્રોથી અલગ છે. અધિકારીએ કહ્યું કે તેની નાકાબંધીની સંખ્યા વધારવા, કેટલાક માર્ગ બંધ કરવા અને રજાઓ દરમિયાન વધુ સૈનિકોને તેનાત કરવાની યોજના છે.

પોલીસ અનુસાર, ઇરાની શિયા શ્રદ્ધાળુઓને લઇને જઇ રહેલી બસમાં ધમાકો થયો જેમાં પાંચ લોકોના મોત થયા જ્યારે નવ ઘાયલ થયા છે. આ બોમ્બ બસ નીચે છુપાવવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાળુ ઇદના તહેવારે શિયા તીર્થસ્થળ તરફ જઇ રહ્યાં છે.

પોલીસે કહ્યું કે મોસૂલ શહેરમાં બંદૂકધારીઓએ શાબાદ પરિવારોએ કહ્યું કે બે ઘરમાં ઘુસીને એક ઘરમા એક મહિલા અને તેની એક પૂત્રીની હત્યા કરવામાં આવી છે. એક અન્ય શાબાક પરિવારના ઘર પાસે બોમ્બ ફૂટ્યો જેમાં છ લોકો ઘાયલ થયા. નજીકના હોસ્પિટલમાં તપાસ અધિકારીઓએ મરનાર અંગે પૃષ્ટિ કરી છે.

English summary
Bombings that hit markets and other insurgent strikes primarily targeting Iraq's Shiite community killed 31 people on Oct 27, challenging government efforts to promote a sense of stability by preventing attacks during a major Muslim holiday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X