For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપઃ છઠ્ઠો આરોપી સગીર છે કે નહીં, આજે પડશે ખબર

By Super
|
Google Oneindia Gujarati News

delhi gangrape
નવીદિલ્હી, 2 જાન્યુઆરીઃ દિલ્હી સામુહિક બળાત્કાર કેસનો સૌથી ઓછી ઉમરનો આરોપી ખરેખર સગીર છે કે પછી સજાથી બચવા માટે તે આવું કરી રહ્યો છે, તે અંગે આજે સ્પષ્ટતા થઇ જશે. દિલ્હી પોલીસ તેની સાચી ઉમર જાણવા માટે તેનો બોન મેરો ટેસ્ટ કરાવશે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, સાકેતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફરિયાદી પક્ષ સામુહિક બળાત્કારીઓ માટે ફાંસીની માંગ કરશે. છઠ્ઠો આરોપી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરવામાં આવશે, પરંતુ તેના માટે જરૂરી છે કે એ સાબિત થાય કે તે ખરેખર સગીર છે.

જો આરોપી સગીર સાબિત થશે તો તેને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે બાળ સુધાર કેન્દ્રમાં રાખવામાં આવી શકે છે. તે પણ માત્ર તે પુખ્ત થાય ત્યાં સુધી, એટલે કે અમુક મહિના સુધાર કેન્દ્રમાં રાખ્યા પછી તેને છોડી મુકવામાં આવશે. નોંધનીય છે કે, તમામ છ આરોપીઓ પર પોલીસે લૂંટ, સામુહિક બળાત્કાર, હત્યા અને પુરાવા નાબૂદ કરવાના આરોપો લગાવી કેસ દાખલ કર્યો છે.

English summary
A bone test is being conducted to confirm the age of a juvenile suspect in custody for the murder and gangrape of a young woman, while prosecutors will seek the death penalty for the other five men arrested with him, police said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X