આ યુવકની છે 24 આંગળીઓ, સંબંધીઓ બલિ આપવા માંગે છે

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકો એક યુવકનો જીવ એટલા માટે લેવા માંગે છે કારણકે તેની 24 આંગળીઓ છે.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકો એક યુવકનો જીવ એટલા માટે લેવા માંગે છે કારણકે તેની 24 આંગળીઓ છે. એક તાંત્રિકનું કહેવું છે કે આવા યુવકની બલિ આપવાથી તેઓ અમીર થઇ જશે. આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. માતાપિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક તાંત્રિકના કહેવાથી સંબંધીઓ તેને મારવાની કોશિશ કરી રહ્યા છે. છોકરીના પિતાએ કહ્યું કે અમે તેને સ્કુલે પણ નથી મોકલી રહ્યા. અમે પોલીસ પાસે મદદ પણ માંગી છે.

boy born with 6 fingers

પરિવાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અમે પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં નથી આવ્યો. આરોપી પકડમાં આવી જાય તો તેઓ ઘરની બહાર નીકળી શકે. આ મામલે સર્કલ અધિકારી ઉમાશંકર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને ફરિયાદ મળી છે. અમે તેના વિશે તપાસ કરી રહ્યા છે, અમે તે બાળકને શિક્ષાથી વંચિત નહીં રહેવા દઈએ. તેમને જણાવ્યું કે તે બાળક આર્થિક રૂપે કમજોર છે, એટલા માટે જ્યાં સુધી મારી પોસ્ટિંગ અહીં છે ત્યાં સુધી તેની શિક્ષાનો ખર્ચ હું ઉઠાવીશ. મળતી જાણકારી અનુસાર બારાબંકી જિલ્લામાં શિવનંદન નામનો એક છોકરો છે. તેના બંને હાથ અને પગમાં છ-છ આંગળીઓ છે.

પરંતુ આજે આ 24 આંગળીઓ હોવાને કારણે યુવકનો જીવ જોખમમાં છે. ખરેખર આ યુવકના સંબંધી જ કોઈ તાંત્રિક બાબાની વાતોમાં આવીને તેની બલી આપવામાં લાગી ગયા છે, જેને કારણે યુવકનો આખો પરિવાર આજે ગભરાઈને જીવી રહ્યો છે. યુવકના પિતાની આર્થિક હાલત પણ ખરાબ છે. તેના પિતા ખૂનની લાલ મિસ્ત્રીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ પોતાના બાળકનું રક્ષણ કરવા માટે તેઓ ક્યાંય જતા નથી, જેથી હવે તેમની રોજી રોટી પર પણ આફત આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X