For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્વર્ડ ખાતે લેક્ચરનો બહિષ્કાર, અખિલેશ અને આઝામે બોસ્ટોન છોડ્યું

|
Google Oneindia Gujarati News

azam-khan-akhilesh-yadav
ન્યુયોર્ક, 27 એપ્રિલ : બોસ્ટોન એરપોર્ટ પર પોતાના મંત્રી આઝામ ખાનને રોકીને કરવામાં આવેલી પૂછપરછના વિરોધમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નક્કી કરેલા પોતાના વ્યાખ્યાનનો બહિષ્કાર કરી દીધો છે. આ અંગે હાર્વર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળના રાજકીય સભ્ય વિરોધ પ્રદર્શિત કરવા માટે હાર્વર્ડના એક પણ કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યા નથી. તેમણે જણાવ્યું કે હવે મુખ્યમંત્રીને બદલે રાજ્યના મુખ્ય સચિવ જાવેદ ઉસ્માની વ્યાખ્યાન આપશે.

સૂત્રોએ જણાવ્યું કે અખિલેશ અને આઝમ ખાન પોતાના નિર્ધારિત કાર્યક્રમના અનેક કલાકો પહેલા જ બોસ્ટોનથી નીકળી ગયા છે. એખિલેશે બોસ્ટોનના હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં આયોજિત થનારા એક કાર્યક્રમમાં તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થયેલા મહાકુંભ મેળા પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સપાના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આઝામ ખાન વ્યાખ્યાન માટે અખિલેશને પોતાની સાથે અમેરિકા લઇને આવ્યા હતા. તેમને બુધવારે બોસ્ટોન એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા બાદ પૂછપરછ માટે 10 મીનિટ સુધી રોકી રાખવામાં આવ્યા હતા. ખાને પૂછપરછના મામલાને ગંભીરતાથી લેતા વૉશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે અમેરિકાના વિદેશ વિભાગની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય દૂતાવાસના પ્રવક્તા એમ શ્રીધરને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે અમેરિકાના વિદેશ વિભાગની સામે આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે.

English summary
Boycott of lectures at Harvard, Akhilesh and Azam quit Boston.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X