For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચાયતી ફરમાન, બળાત્કારીના પરિવારનો બહિષ્કાર કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

justice-statute
આગરા, 5 મે: આગરામાં એક મહાપંચાયતે એક દુષ્કર્મી વ્યક્તિ પર પોતાનો નિર્ણય સંભાળતાં દુષ્કર્મીના આખા પરિવારનો બહિષ્કાર કરવાનું ફરમાન સંભળાવ્યું છે. તે વ્યક્તિ પર આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો આરોપ છે. પંચાયતે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે દુષ્કર્મી વ્યક્તિના પરિવારને સિંચાઇ માટે પાણી તથા ટ્રેક્ટર આપવામાં આવતું નથી. આ આદેશની અવગણના કરનાર પર 21,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

પંચાયતના આ ફરમાન પર કોઇ કાનૂની બાધ્યતા હોઇ ના શકે, પરંતુ કચૌરાની પંચાયતે પરિવાર પર ગાવા અને નૃત્ય કરવા પર પાબંધી લગાવી દિધી છે.શૈલેન્દ્ર ઉર્ફે ચિંટૂએ 25 એપ્રિલના રોજ કથિત રીતે બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દિધી હતી.

કેટલાક ગામના નિવાસીઓએ ગુરૂવારે બેઠક કરી હતી તથા કેટલાક કલાકો સુધી ચાલેલી ગરમા ગરમી બાદ પંચાયતે આ કઠોર નિર્ણય સંભળાવ્યો હતો. પંચાયતે આ ફરમાનની અવગણના કરનારને સજા ફટકારવા માટે એક 33 સભ્યોની નિરીક્ષણ સમિતિની રચના કરી છે. ગામના પૂર્વ પ્રધાન ઉત્તમ સિંહે કહ્યું હતું કે આ વિસ્તારમાં આવા ગુના ક્યારેય બન્યા નથી. અમે દોષીને સજા ફટકારી એક ઉદાહરણ પુરૂ પાડવા માંગીએ છીએ.

English summary
A maha panchayat in Agra district has called for the boycott of a family of a man who allegedly raped and murdered an eight-year-old girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X