ઘરેથી ભાગીને મંદિરમાં કર્યા લગ્ન, પ્રેમિકાને મળી મૌત

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા રુંવાટા ઉભા થઇ જશે. અહીં એક પ્રેમી કપલે ઘરેથી ભાગીને લગ્ન કર્યા.

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા રુંવાટા ઉભા થઇ જશે. અહીં એક પ્રેમી કપલે ઘરેથી ભાગીને લગ્ન કર્યા. ત્યારપછી પ્રેમીએ પોતાની પ્રેમિકાને ટ્રકની આગળ ધક્કો મારી દીધો. જેને કારણે પ્રેમિકાની ત્યાં જ મૌત થઇ ગયી. ઘટનાને અંઝામ આપીને પ્રેમી ત્યાંથી ભાગવા લાગ્યો, ત્યારે ત્યાં ઉભેલા ગ્રામીણોએ તેને પકડી લીધો. ગ્રામીણોએ આરોપી પ્રેમીને પોલીસને સોંપી દીધો. પોલીસે યુવતીના શવને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

unnao

આખો મામલો ઉન્નાવના આશીવન ચોકી વિસ્તારનો છે. સોહરામાઉં ચોકી વિસ્તારના સાદિકપુર નિવાસી પરિવારજનો ઘ્વારા યુવતીના લગ્ન તેની મરજી વિરુદ્ધ બીજી જગ્યા પર નક્કી કરી દેવામાં આવ્યા હતા. તેને કારણે યુવતી તેના પરિવારજનોથી નારાજ હતી. 23 જૂને તેને પોતાના પ્રેમીને ફોન કરીને જાણકારી આપી અને તેને બોલાવી લીધો. બંને પ્રેમી કપલે ઘરેથી ભાગીને લગ્ન કર્યા. આપણે જણાવી દઈએ કે પ્રેમીએ આશીવન ચોકી વિસ્તારના લખનવ બાંગરમાઉં રસ્તા પર આવેલા પુલ પાસે પોતાની પ્રેમિકાને ચાલતી ટ્રક સામે ધક્કો મારી દીધો. ટ્રક ચાલક ગાડી પર નિયંત્રણ નહીં રાખી શક્યો અને યુવતીને કચડીને ચાલ્યો ગયો.

ટ્રકની ટક્કર લાગતાંની સાથે જ યુવતીની દર્દનાક મૌત થઇ ગયી. જગ્યા પર હાજર ગામના લોકોએ દોડીને આરોપી પ્રેમી અતુલ અને તેના પિતાને દોડીને પકડી લીધા. આ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. સૂચના મળતા જ જગ્યા પર પહોંચેલી પોલીસે બંને આરોપીને કસ્ટડીમાં લીધા અને ઘટનાસ્થળનું પરીક્ષણ કર્યું. પોલીસે યુવતીનું શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું.

પ્રેમી અતુલે પોલીસને જણાવ્યું કે 18 જૂને તેને યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેને પોતાની પ્રેમિકાને જાણીજોઈને ધક્કો નથી માર્યો. ચોકી અધ્યક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મૃતક યુવતીના ભાઈના આરોપ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસ આ કેસ અંગે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X