Brain Eating Amoeba : શું છે મગજ ખાવા વાળો અમીબા? આ રીતે રહો સુરક્ષિત
Brain Eating Amoeba : કેરળના અલપ્પુઝા જિલ્લામાં મગજ ખાનારા અમિબા જેવા દુર્લભ બ્રેઇન ઇન્ફેકશનને કારણે એક 15 વર્ષીય યુવકની મોત થઇ ગઇ છે. તે પ્રાઇમરી અમીબિક મેનિંગોએન્સેફલાઇટિસથી સંક્રમિત થયો હતો.
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ લોકોને દૂષિત પાણીમાં ન નહાવાની સલાહ આપી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ બાબતે જણાવ્યું હતું કે, આ અગાઉ પણ રાજ્યમાં આ દુર્લભ રોગના પાંચ કેસ નોંધાયા છે.

પહેલો કેસ 2016માં અલપ્પુઝાના તિરુમાલા વોર્ડમાં નોંધાયો હતો. જે બાદ 2019 અને 2020માં મલપ્પુરમમાં બે કેસ નોંધાયા હતા અને 2020 માં કોઝિકોડ અને 2022 માં થ્રિસુરમાં એક કેસ નોંધાયો હતો.
તેના સંક્રમણની અસર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. માર્ચ 2023માં જ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એક વ્યક્તિનું આ સંક્રમણને કારણે થોડા જ દિવસોમાં મૃત્યુ થયું હતું.
શું છે PAM? - PAM નેગલેરિયા ફાઉલેરી નામના અમીબા દ્વારા ફેલાય છે. આ અમીબા મુખ્યત્વે તળાવો, નદીઓના તાજા પાણીમાં રહે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, મગજમાં સંક્રમણ ત્યારે જ થાય છે, જ્યારે આ અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે.
એકવાર કોઈ વ્યક્તિને તેનો સંક્રમણ લાગી જાય, તે સામાન્ય રીતે જીવલેણ સાબિત થાય છે. જોકે, કેટલાક લોકોને એમ્ફોટેરિસિન બી, એઝિથ્રોમાસીન, ફ્લુકોનાઝોલ, રિફામ્પિન, મિલ્ટેફોસિન અને ડેક્સામેથાસોન જેવી દવાઓથી સારવાર આપવામાં આવી છે. જોકે, વિશ્વની કોઈપણ સંસ્થા અથવા સરકાર પાસે નેગલેરિયા ફાઉલેરી સંબંધિત કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.
PAMનો ઇતિહાસ શું છે? - રુકૈયા સિદ્દીકી અને નવીદ અહમદ ખાનના સંશોધન પત્ર પ્રાઈમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ કોઝ્ડ બાય નેગલેરિયા ફાઉલેરીઃ એન ઓલ્ડ એનમી પ્રેઝન્ટીંગ ન્યુ ચેલેન્જીસ, નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન દ્વારા પ્રકાશિત, જણાવે છે કે, નેગલેરિયા ફાઉલેરીની શોધ સૌપ્રથમ 1899માં થઈ હતી. જોકે, ડૉકટર્સ પાસે આ સંબંધિત કોઈ માહિતી ન હતી.
જે બાદ વર્ષ 1937 માં યુએસએના વર્જિનિયા શહેરમાં નેગલેરિયા ફાઉલેરી સંક્રમણ જોવા મળ્યું હતું. આ સંક્રમણ સૌપ્રથમ 1965માં ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો, જ્યાં વૈજ્ઞાનિક માહિતી સાથે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ Naegleria fowleri નામના અમીબાના કારણે દુનિયાભરમાં સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ આજ સુધી તેની દવા બનાવી શક્યા નથી.
સમગ્ર વિશ્વમાં તેના મોટાભાગના કેસો યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને યુરોપ (ફ્રાન્સ)માં નોંધાયા છે. જોકે, સમગ્ર વિશ્વમાં તેનાથી સંબંધિત મૃત્યુનો આંકડો સ્પષ્ટ નથી. જ્યારે કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) અનુસાર, વર્ષ 2018 સુધીમાં, સમગ્ર વિશ્વમાં 381 મૃત્યુ નોંધાયા હતા.
અમેરિકામાં અત્યાર સુધીમાં 153 લોકોના મોત થયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ સંક્રમણને કારણે મૃત્યુ દર 97 ટકાથી વધુ છે. અમેરિકામાં 1962 થી 2022 સુધીમાં કુલ 157 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 4 લોકોને જ બચાવી શકાયા છે.
PAM ના લક્ષણો શું છે? - PAM ના પ્રથમ લક્ષણો સંક્રમણ બાદ એક થી 12 દિવસની અંદર દેખાય છે. શરૂઆતમાં, આ મેનિન્જાઇટિસના લક્ષણો સમાન હોઈ શકે છે, જે માથાનો દુખાવો અને તાવ છે. આ પછીના તબક્કામાં, વ્યક્તિની ગરદન સખત થઈ શકે છે, હુમલા થઈ શકે છે, આભાસ થઈ શકે છે અને દર્દી કોમામાં પણ જઈ શકે છે. સંક્રમણ માનવ મગજમાં ઝડપથી ફેલાય છે અને સરેરાશ પાંચથી સાત દિવસમાં મૃત્યુ પામે છે.
PAM ક્યાં સરળતાથી ફેલાય છે? - સીડીસી અનુસાર, નેગલેરિયા ફાઉલેરી કુદરતી રીતે તાજા પાણીના તળાવો, નદીઓ અને ગરમ ઝરણામાં અને જમીનમાં જોવા મળે છે. આ અમીબા સરોવરો, તળાવો અને નદીઓના તળિયે રહેવાની શક્યતા વધારે છે. તેથી લોકોએ છીછરા, ગરમ તાજા પાણીમાં કાંપ ખોદવાનું અથવા હલાવવાનું ટાળવું જોઈએ.
આ સંક્રમણ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે વિસ્તારનું તાપમાન અથવા પાણીનું તાપમાન ગરમ હોય અને પાણીનું સ્તર ઓછું હોય. ઉદાહરણ તરીકે, યુએસમાં મોટાભાગના સંક્રમણ ફ્લોરિડા અને ટેક્સાસ જેવા દક્ષિણી રાજ્યોમાં જોવા મળ્યા છે. જ્યારે થાઈલેન્ડ અને માલદીવ્સ જેવા ટાપુઓ (દેશ)ના કિનારા પર, પાણીના સ્તરમાં ઘટાડો થવાની સાથે, ત્યાંનું પાણી બપોરના સમયે ગરમ થઈ જાય છે, જ્યાં જોખમ વધુ હોઈ શકે છે.
સ્વિમિંગ પુલ, સ્પ્લેશ પેડ્સ, સર્ફ પાર્ક અથવા અન્ય મનોરંજનના વિસ્તારોમાં નેગલેરિયા ફાઉલેરી જોવાનું ખૂબ જ દુર્લભ છે. જેની જાળવણી નબળી છે અથવા તેમાં પૂરતું કલોરિન નથી.
સીડીસી અનુસાર, નેગલેરિયા ફાઉલેરી 46 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઊંચા તાપમાને શ્રેષ્ઠ રીતે વધે છે અને કેટલીકવાર તેનાથી પણ વધારે જીવી શકે છે.
તાજેતરના વિવિધ અભ્યાસો દર્શાવે છે કે, વાતાવરણમાં વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડના કારણે તળાવો અને નદીઓનું તાપમાન વધ્યું છે. આ પરિસ્થિતિઓ અમીબા ને વધવા માટે વધુ અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. અત્યાર સુધી, નેગલેરિયા ફાઉલેરી વિશ્વના તમામ ખંડોમાં જોવા મળે છે.
આ જીવલેણ રોગથી કેવી રીતે બચવું? - આ સંક્રમણ માટે કોઈ દવા નથી, પરંતુ CDC મુજબ, આ સંક્રમણ મોટાભાગે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં થાય છે અને મોટાભાગે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી આ ઋતુમાં નદી, તળાવ, ઝરણા કે સ્વિમિંગ પુલમાં નહાવાનું ટાળો. જ્યારે કોઈ વ્યક્તિ સ્વચ્છ પાણીમાં મોં નાખે છે, તો આ અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.












Click it and Unblock the Notifications
