રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડીયાએ છેડો ફાડ્યો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાતના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે.
સમાચારો અનુસાર, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને મંગળવારે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

આ સિવાય ઘણા સમયથી અટકળો લાગી રહી હતી કે અર્જુન મોઢવાડીયા કોંગ્રેસ છોડવા જઈ રહ્યા છે તે પણ સાચી સાબિત થઈ છે. તેઓ રાજીનામું આપવા માટે વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચ્યા છે અને આ પછી બહુ જલ્દી બીજેપીમાં જોડાશે.
જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓ પહેલા જ કોંગ્રેસ છોડી ચુક્યા છે. બીજેપીની ડરાવો ધમકાવો નીતિથી કેટલાક નેતાઓ બીજેપીમાં જોઈન થયા છે. આ લિસ્ટમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નામ સામેલ છે.












Click it and Unblock the Notifications
