અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કરી આત્મહત્યા, જાણો કેમ?
અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલે આજે આત્મહત્યા કરી લીધી છે. કલિખો પુલનું શબ પંખા પર લટકતું મળ્યું. નોંધનીય છે કે કલિખો પુલે કોંગ્રેસના નેતા હતા. અને તેમણે કોંગ્રેસથી પોતાનો છેડો ફાડીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. અને તે લગભગ 6 મહિના સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.

હાલ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કલિખોએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમની પત્ની બાજુના રૂમમાં જ હતી. સુત્રોના જણાવ્યા મુજબ કલિખો પાછલા કેટલાક સમયથી ડિપ્રેશનના શિકાર હતા. પણ તેમની આત્મહત્યા પાછળ રાજકીય કારણ જવાબદાર હતું કે પારિવારીક તે અંગે હજી સ્પષ્ટતા નથી મળી. પોલિસ હાલ તો આત્મહત્યાના કેસ તરીકે તપાસ કરી રહી છે. જો કે કોંગ્રેસના પૂર્વ સીએમ નબામ તુકે આ ધટના પર શોક વ્યક્ત કર્યો છે.
Former Arunachal Pradesh CM Kalikho Pul passes away in Itanagar, Arunachal Pradesh. pic.twitter.com/3rmRuo2KA3
— ANI (@ANI_news) August 9, 2016












Click it and Unblock the Notifications
