For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breaking: તજિંદર બગ્ગા સામે મોહાલી કોર્ટથી વૉરન્ટ જાહેર, પંજાબ પોલિસને આપ્યો ધરપકડ કરી હાજર કરવાનો આદેશ

ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. તજિંદર પાલ સિંહ બગ્ગા સામે મોહાલી કોર્ટે નવો ધરપકડ વૉરન્ટ જાહેર કરી દીધો છે. મોહાલી કોર્ટે પંજાબ પોલિસને તજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરી કોર્ટ સામે હાજર કરવા માટે કહ્યુ છે. મોહાલીના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ધરપકડ વૉરન્ટ જાહેર કરીને પંજાબ પોલિસની સાઈબર ક્રાઈમ બ્રાંચને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં હાજર થવા માટે કહ્યુ છે.

bagga

મળતી માહિતી મુજબ બગ્ગા સામે સાહિબજાદા અજીત સિંહ નગરમની ક્રિમિનલ કોર્ટના ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણીની અદાલતે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યો છે. બગ્ગા સામે પંજાબ પોલિસની ક્રાઈમ બ્રાન્ચે આઈપીસીની કલમ 153એ, 505, 505(2) અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલે કોર્ટે વૉરન્ટ જાહેર કરીને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવા માટે કહ્યુ છે. મોહાલી કોર્ટમાંથી ધરપકડ વૉરન્ટ જાહેર થયા બાદ હવે બગ્ગા પર ધરપકડની તલવાર લટકવા લાગી છે. પંજાબ પોલિસની ટીમ કોઈ પણ સમયે બગ્ગાની ધરપકડ કરવા માટે દિલ્લી માટે રવાના થઈ શકે છે.

દિલ્લીમાં ભાજપ નેતા બગ્ગાની ધરપકડ પર હજુ સુધી બબાલ ચાલુ જ છે. ભાજપ નેતાઓએ શનિવારે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરેની બહાર પ્રદર્શન કર્યુ. શુક્રવારે બગ્ગાની ધરપકડને લઈે દિવસભર ચાલેલા ડ્રામા બાદ મોડી રાતે ઘરે પહોંચ્યા હતા. અડધી રાતે તેમણે દ્વારકા સિટી મેજિસ્ટ્રેટ કોર્ટના ઘરે હાજર કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને ઘરે જવા દીધા. કોર્ટે દિલ્લી પોલિસને બગ્ગાને સુરક્ષા પૂરી પાડવાના પણ આદેશ આપ્યા છે.

English summary
Breaking: Warrant issued from Mohali Court against Tajinder Bagga directed to Punjab police to arrest him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X