સેક્સ છતાં ગર્લફ્રેન્ડને છોડવી એ ગુનો નથી, દિલ્લી હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો

દિલ્લી હાઈકોર્ટે દુષ્કર્મના એક કેસમાં મોટો ચુકાદો સંભળાવ્યો છે.

દિલ્લી હાઈકોર્ટે દુષ્કર્મના એક કેસમાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. દિલ્લીની એક નીચલી અદાલત દ્વારા દુષ્કર્મના એક આરોપીને છોડવાના ચુકાદાને યથાવત રાખીને દિલ્લી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને કહ્યુ કે પ્રેમિકા સાથે યૌન સંબંધ બનાવ્યા બાદ તેને છોડવી કે તેમના બેવફાઈ કરવી ખરાબ હોઈ શકે છે પરંતુ ગુનો નથી. હાઈકોર્ટે કહ્યુ કે યૌન સંમતિ પર 'ના નો અર્થ ના'થી આગળ વધીને હવે 'હા નો અર્થ હા' સુધી વ્યાપક સ્વીકાર્ય છે.

હાઈકોર્ટે યથાવત રાખ્યો નીચલી કોર્ટનો ચુકાદો

હાઈકોર્ટે યથાવત રાખ્યો નીચલી કોર્ટનો ચુકાદો

વાસ્તવમાં આ કેસમાં આરોપી સામે એ મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો જેની સાથે આરોપીએ લગ્નનુ વચન આપ્યુ હતુ. દિલ્લી હાઈકોર્ટે આ કેસમાં પોલિસની અપીલને ફગાવીને કહ્યુ કે નીચલી કોર્ટે આરોપીને છોડી મૂકવાનો જે ચુકાદો આપ્યો હતો તેમાં કોઈ નબળાઈ નથી. પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યુ કે પ્રેમી કે પ્રેમિકા સાથે બેવફાઈ લોકોને ખૂબ જ ખરાબ લાગી શકે છે પરંતુ ભારતીય દંડ સંહિતા મુજબ તે કોઈ દંડનીય ગુનો નથી.

કોર્ટે ફગાવ્યો યુવતીનો દાવો

કોર્ટે ફગાવ્યો યુવતીનો દાવો

કોર્ટે પોતાના ચુકાદામાં આગળ કહ્યુ કે આરોપી સામે યુવતીએ દાવો કર્યો છે કે યૌન સંબંધો માટે તેની સંમતિ સ્વૈચ્છિક નહોતી પરંતુ તેની સાથે લગ્ન કરવાનુ વચન આપીને શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા. આ વાત સુનાવણી દરમિયાન યુવતી સાબિત ન કરી શકી. કોર્ટે કહ્યુ કે યુવક પર પહેલી વાર દુષ્કર્મના કથિત આરોપના ત્રણ મહિના બાદ મહિલા 2016માં આરોપી સાથે સ્વેચ્છાથી હોટલમાં જતી દેખાય છે. એટલે એ વાતમાં કોઈ દમ નથી જોવા મળતો કે તેની સાથે લગ્નનુ વચન આપીને સંબંધ બનાવવામાં આવ્યા હોય.

2016માં નોંધાવ્યો હતો યુવતીએ કેસ

2016માં નોંધાવ્યો હતો યુવતીએ કેસ

આ કેસમાં યુવતીએ 2016માં યુવકની ઉપર દુષ્કર્મનો આરોપ લગાવીને એફઆઈઆર કરવામાં આવી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે તેના અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતા અને યુવકે તેની સાથે લગ્નનુ વચન આપ્યુ હતુ. યુવતીએ કહ્યુ કે આરોપીએ પોતાની મા સાથે મળાવવા માટે તેને પોતાના ઘરે બોલાવી પરંતુ તે ત્યાં એકલો હતો. યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે આરોપીએ પોતાના ઘરે જ તેની સાથે દુષ્કર્મ કર્યુ. તેના ત્રણ મહિના બાદ યુવક તેને એક હોટલમાં લઈને ગયો અને ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ કર્યુ. ત્યારબાદ યુવકે યુવતી સાથે પ્રેમ સંબંધ ખતમ કરી દીધા.

‘યૌન સંબંધ માટે સકારાત્મક, સચેત, સ્વૈચ્છિક સંમતિ જરૂરી'

‘યૌન સંબંધ માટે સકારાત્મક, સચેત, સ્વૈચ્છિક સંમતિ જરૂરી'

હાઈકોર્ટના જજ વિભુ ભાખરુએ પોતાના ચુકાદામાં કહ્યુ કે 1990ના દશકમાં જે એક મૂવમેન્ટ શરૂ થઈ હતી જેમાં ‘ના નો અર્થ ના' હતો, તેમાં એક વૈશ્વિક સ્વીકાર્ય નિયમ પણ શામેલ છે. ના કહેવાનો અર્થ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે યૌન સંબંધ માટે સંમતિ આપવામાં આવી નથી. હવે ‘ના નો અર્થ ના' થી આગળ વધીને હવે ‘હા નો અર્થ હા' સુધી વ્યાપક સ્વીકાર્ય છે. એટલા માટે યૌન સંબંધ બનાવવા માટે જ્યાં સુધી એક સકારાત્મક, સચેત અને સ્વૈચ્છિક સંમતિ ન હોય ત્યારે તે ગુનો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X