ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

4 ફેરા પછી ટોયલેટ જવાના બહાને ભાગી દુલ્હન

By Prajapati Anuj
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મધ્યપ્રદેશના ભોપાલમાં લગ્ન સાથે જોડાયેલો એક અજબ મામલો સામે આવ્યો છે. એક દુલ્હન મંડપમાં ચાર ફેરા લીધા પછી ભાગી ગયી. 5 દિવસ પછી બુધવારે યુવતી પોતાના પ્રેમી સાથે પોલીસ ચોકી પહોંચી. પરિવાર ઘ્વારા યુવતીના ગુમ થવાની રિપોર્ટ ચોકીમાં નોંધાવવામાં આવી હતી. જે યુવક સાથે યુવતી પોલીસ ચોકી પહોંચી હતી તેની સાથે યુવતીની પહેલા પણ સગાઇ થઇ ચુકી હતી. પરંતુ કોઈ કારણસર સગાઇ તૂટી ગયી હતી. યુવતીના લગ્ન કોઈ બીજી જગ્યા પર નક્કી કરી દેવામાં આવ્યા. નવા સંબંધથી યુવતી ખુશ ના હતી.

    5 દિવસ પહેલા દુલ્હન ભાગી હતી

    5 દિવસ પહેલા દુલ્હન ભાગી હતી

    ભોપાલના હબીબગંજ ચોકી પોલીસના જણાવ્યા અનુસાર 27 એપ્રિલ દરમિયાન શાહપુર મલ્ટીમાં રહેનાર સેવકરામ આહીરની દીકરી રીતુના લગ્ન લલિત નગર કોલાડ રોડ નિવાસી સંજય ઢાંકશેના દીકરા સિદ્ધાંત ઘ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નનો કાર્યક્રમ અવંતિકા ક્લબ ગાર્ડનમાં ચાલી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે જાન ગેસ્ટ હાઉસ પહોંચી. સ્થાનીય મીડિયા મુજબ જાનમાં આવેલા મોટાભાગ ના લોકો નશામાં હતા. જેવી જાન પહોંચી ત્યારે દારૂના નશામાં ચૂર લોકોએ હંગામો શરૂ કરી દીધો. જેમ તેમ કરી લોકોને શાંત કરાવીને લગ્નનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

    ચાર ફેરા પછી ટોયલેટ નું બહાનું બનાવ્યું

    ચાર ફેરા પછી ટોયલેટ નું બહાનું બનાવ્યું

    લગ્નની રસમ શરૂ થયી. પંડિત મંત્રોચાર કરીને લગ્ન કરાવી રહ્યા હતા. ત્યાં જ લગભગ 4 ફેરા પછી યુવતી રોકાઈ ગયી અને તેને ટોયલેટ જવાની વાત કહી. ત્યારપછી યુવતી ગેસ્ટ હાઉસના પાછળના ભાગમાં બનેલા ટોયલેટમાં ચાલી ગયી. ઘણી રાહ જોયા પછી પણ જ્યારે દુલ્હન પાછી નહીં આવૈ ત્યારે પરિવારના લોકો તેને જોવા માટે પાછળના ભાગમાં પહોંચ્યા. પરંતુ ત્યાં કોઈ જ ના હતું. દુલ્હનનો મોબાઈલ પણ સ્વીચ ઓફ હતો. ત્યારપછી પરિવારના લોકો ઘ્વારા ચોકીમાં ગાયબ થવાની રિપોર્ટ નોંધાવી.

    જેની સાથે તૂટી સગાઇ તેની સાથે જ થયો પ્રેમ

    જેની સાથે તૂટી સગાઇ તેની સાથે જ થયો પ્રેમ

    પહેલા આશંકા કરવામાં આવી હતી કે જાનમાં આવેલા લોકો ઘ્વારા ફેલાવવામાં આવેલા ઉપદ્રવને કારણે દુલ્હને આવું પગલું ભર્યું. પરંતુ બુધવારે ચોકી પહોંચી યુવતીએ જણાવ્યું કે પહેલા તેની સગાઇ ખંડવા નિવાસી યુવક સાથે થયી હતી. તે યુવક ડ્રાઈવર હતો. પરંતુ પરિવારે તેની સગાઇ તોડી, 32 વર્ષના એક યુવક સાથે તેના લગ્ન નક્કી કરી દીધા. નવા સંબંધથી યુવતી ખુશ ના હતી. યુવતી જેની સાથે પહેલા સગાઇ થઇ હતી તેને જ પસંદ કરતી હતી.

    English summary
    Bride is going to toilet and ran away after taking four rounds in bhopal.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more