For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરરાજાની અજીબ હરકતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી

બિહારના છાપરામાં દારૂ પીવો વરરાજા માટે ભારે પડી ગયો. મંડપ પર દૂલ્હાની અજીબ હરકતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી.

|
Google Oneindia Gujarati News

બિહારના છાપરામાં દારૂ પીવો વરરાજા માટે ભારે પડી ગયો. મંડપ પર દૂલ્હાની અજીબ હરકતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારપછી જાન લગ્ન કર્યા વિના જ પાછી ફરી. જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજાએ એટલો બધો દારૂ પીધો હતી કે તે વ્યવસ્થિત ઉભો પણ રહી શકતો ના હતો. દુલ્હને કહ્યું કે તે આખી ઉમર કુંવારી રહી શકે છે, પરંતુ તેની સાથે લગ્ન નહીં કરી શકે.

આ પણ વાંચો: પુરુષોની વધી મુશ્કેલી, આ દેશોમાં લગ્ન માટે છોકરીઓ નથી મળતી

વરરાજા નશામાં ધૂત થઇ મંડપમાં પહોંચ્યા

વરરાજા નશામાં ધૂત થઇ મંડપમાં પહોંચ્યા

છાપરાના મુફસ્સિલ ચોકી વિસ્તારના મગાઈદિહ ગામમાં શિવ પૂંજન શાહના દીકરા બબલુ કુમારના લગ્ન છપિયા ગામના ત્રિભુવન શાહની દીકરી રિંકી સાથે થવાના હતા. છોકરીના પિતા ત્રિભુવન શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વરરાજા એટલો બધો નશામાં હતો કે તેને ખબર જ પડતી ના હતી કે આજુબાજુ શુ ચાલી રહ્યું છે. લગ્ન માટે બનેલા સ્ટેજ પર પણ તે અજીબ હરકતો કરતો હતો.

સરખી રીતે ઉભો પણ રહી શકતો ના હતો

સરખી રીતે ઉભો પણ રહી શકતો ના હતો

જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા બબલુ કુમારે એટલો બધો દારૂ પીધો હતો કે તે સરખી રીતે ઉભો પણ રહી શકતો ના હતો. જયારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તે અજીબ હરકતો કરવા લાગ્યો. તે વ્યવસ્થિત રીતે બોલી પણ શકતો ના હતો.

દહેજ પાછું લઇ લીધું

દહેજ પાછું લઇ લીધું

વરરાજાની હરકત જોઈને દુલ્હન મંડ્પથી ઉઠીને રૂમમાં ચાલી ગઈ. આપને જણાવી દઈએ કે છોકરીએ લગ્નની ના પાડ્યા પછી ગામના લોકોએ છોકરા પક્ષ પાસેથી દહેજ પાછું લઇ લીધું. ત્યારપછી છોકરા પક્ષ દુલ્હનને લીધા વિના જ પાછો ફર્યો.

English summary
Bride refuse to marry with drunk groom in bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X