4 ડિસેમ્બર સુધી ઓપિનિયન પોલ પર રોક
નવી દિલ્હી, 10 નવેમ્બરઃ આખરે કોંગ્રેસ પાર્ટની મન્નત પૂર્ણ થઇ ગઇ. ઓછામાં ઓછા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી તેમને રાહત મળી ગઇ છે, કારણ કે ચૂંટણી પંચે 11 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એક્ઝિટ અને ઓપિનિયન પોલ પર રોક લગાવી દીધી છે.

મતદાન પર સર્વેક્ષણનું પ્રસારણ અને પ્રકાશન 11 નવેમ્બરે સવારે સાત વાગ્યાથી પ્રતિબંધિત થઇ જશે. 11 નવેમ્બરે જ છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન થશે. આ પ્રતિબંધ ચાર ડિસેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી રહેશે. એ જ દિવસે દિલ્હીમાં મતદાન થવાનું છે.
સાચુ કહીંએ તો આયોગના આ નિર્ણયથી સૌથી વધુ ખુશી કોંગ્રેસ પાર્ટીને છે, કારણ કે અત્યારસુધી જેટલા પણ ઓપિનિયન પોલ આવ્યા, તેમાં કોંગ્રેસના ગ્રાફને નીચે જતો દર્શાવવામાં આવ્યો છે, જેના કારણે તમામ કોંગ્રેસીઓ પરેશાન થઇ ગયા. દિગ્વિજય સિંહ સહિત અનેક કોંગ્રેસીઓએ તેનો વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
