બહેનને લસ્સી પિવડાવી, પછી હાથ-પગ બાંધી ગળુ કાપી દીધુ, માને બોલ્યો...

યુપીના મેરઠમાં એક ભાઈએ અડધી રાતે પોતાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. ત્યારબાદ માને ઉંઘમાંથી ઉઠાડીને બોલ્યો જોઈ લો બહેનની તબિયત સારી નથી અને ભાગી ગયો.

યુપીના મેરઠમાં એક ભાઈએ અડધી રાતે પોતાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. ત્યારબાદ માને ઉંઘમાંથી ઉઠાડીને બોલ્યો જોઈ લો બહેનની તબિયત સારી નથી અને ભાગી ગયો. મા જ્યારે રૂમમાં પહોંચી તો દીકરીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં બેડ પર પડ્યો હતો. સ્થિતિ જોઈને ઘરમાં હાહાકાર મચી ગયો. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની માહિતી લીધી. પોલિસે મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન

પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન

ઘટના મેરઠના લિસાડીગેટ પોલિસ સ્ટેશનની છે. અહીં રહેતા મોહમ્મદ સઈદની દીકરી રાહિલ જહાં (25)ના લગ્ન પાંચ વર્ષ પહેલા અલીગઢ નિવાસી ખુરશીદ સાથે થયા હતા. બંનેને એક પુત્ર પણ થયો. લગ્નના એક વર્ષ બાદ પતિ સાથે અણબનાવના કારણે રાહિલ પોતાના પુત્રને લઈને પાછી લિસાડીગેટ આવી ગઈ અને અહીં રહેવા લાગી. તેણે અહીં એક નર્સિંગ હોમ પણ ખોલ્યુ.

પતિને છોડી સપા નેતા સાથે કર્યા કોર્ટ મેરેજ

પતિને છોડી સપા નેતા સાથે કર્યા કોર્ટ મેરેજ

માહિતી મુજબ લિસાડીગેટમાં રાહિલના સપાના પૂર્વ દરજ્જા પ્રાપ્ત મંત્રીસાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયા. સપા નેતાના પરિવારવાલાને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે બંને સાથે મારપીટ કરી અને રાહિલ સામે કેસ ફાઈલ કરાવવાનુ દબાણ કર્યુ. આ દરમિયાન 11 સપ્ટેમ્બરના રોજ સપા નેતા અને રાહિલે કોર્ટ મેરેજ કરી લીધા. ત્યારબાદથી બંને મેરઠમાં જ ભાડાનો રૂમ રાખીને રહેતા હતા.

ભાઈએ કરી બેરહેમીથી હત્યા

ભાઈએ કરી બેરહેમીથી હત્યા

ચાર દિવસ પહેલા રાહિલનો ભાઈ તેને પિયર લઈ ગયો. રાહિલ બુધવારે રાતે પોતાના પિયરમાં જ હતી. ભાઈ રાહિલ માટે લસ્સી લઈને આવ્યો અને તેમાં તેણે નશાની ગોળીઓ મિલાવી દીધી. નશાની હાલતાં રાહિલના હાથ-પગ બાંગી દીધા અને સવારે ત્રણ વાગે ધારદાર હથિયારથી રાહિલનુ ગળુ કાપી દીધુ. ત્યારબાદ માને ઉંઘમાંથી ઉઠાડીને કહ્યુ કે જોઈ લો રાહિલની તબિયત સારી નથી. માએ ઉઠીને જોયુ તો રાહિલ બેડ પર લોહીલોહાણ હાલતમાં પડી હતી. પરિવારજનોએ ઘટનાની સૂચના પોલિસને આપી. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે કેસની તપાસ કરી. લિસાડી ગેટ પોલિસ ઈન્સ્પેક્ટર નઝીર અલી ખાને જણાવ્યુ કે મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે. આરોપી ભાઈની શોધ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X