પોતાના જ ભાઈની કુલ્હાડી થી હત્યાનો વીડિયો જયારે વહાર્ટસપ પર આવ્યો
વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો જેમાં 4 થી 5 લોકો ભેગા મળી એક વ્યક્તિને તલવાર, કુલ્હાડી, પથ્થર અને ફરસાથી મારી રહ્યા છે.
સોશ્યિલ મીડિયા પર આજકાલ ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો જેમાં 4 થી 5 લોકો ભેગા મળી એક વ્યક્તિને તલવાર, કુલ્હાડી, પથ્થર અને ફરસાથી મારી રહ્યા છે. આ લોકો તેની મૃત્યુ ના થયી ત્યાં સુધી તેને નિર્દયતાથી મારતા રહ્યા. વાયરલ થતો આ વીડિયો મૃતકના પરિવાર પાસે પણ પહોંચ્યો. તેમને મૃતકની ઓળખ અજબ સિંહ નામથી કરી. મૃતક વ્યક્તિ મૂળ રૂપે સંભલ જિલ્લાના ચૌદાશી ચોકીનો રહેવાસી હતો. આ વાતની પૃષ્ટિ તેને ભાઈએ જાતે કરી છે.

ભાઈ પાસે વહાર્ટસપ પર વીડિયો આવ્યો
આખો મામલો ચૌદાશી ચોકી ક્ષેત્રના ગામ પત્રોઆ નિવાસી અજબ સિંહની હત્યાનો છે. આ વીડિયો વાયરલ થતા તેના મૃતકના ભાઈ સુધી પહોંચી ગયો. વહાર્ટસપ પર પોતાના ભાઈની હત્યાનો વીડિયો જોઈને તેના રુંવાટા ઉભા થઇ ગયા. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે 8 મહિના પહેલા દિલ્હી કામ કરવા માટે ગયો હતો પરંતુ આજ સુધી પાછો નથી આવ્યો. મૃતકના ભાઈ બંટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક વ્યક્તિ જે આઝમગઢમાં રહે છે તેને મારા ભાઈની હત્યાનો વીડિયો વહાર્ટસપ કર્યો હતો, જેના આખા ઘરે જોયો અને પુષ્ટિ કરી કે વીડિયોમાં જેને લોકો કુલ્હાડી થી કાપી રહ્યા છે તે તેનો ભાઈ છે.

વીડિયો સાથે સંદેશ પણ લખ્યો છે
આઝમગઢ થી વીડિયો મોકલનાર વ્યક્તિ પાસે પણ તેની જાણકારી ના હતી કે તેની પાસે આ વીડિયો ક્યાંથી આવ્યો છે. આ વીડિયોમાં પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રી માટે એક સંદેશ પણ લખવામાં આવ્યો છે કે મોદી તારા રાજમાં કાનૂનનું કોઈ જ કામ નથી અને આ વીડિયો એટલો શેર કરો કે તે મોદીના મંત્રીઓ સુધી પહોંચી જાય. આ વીડિયો જયારે પીડિત પરિવાર પોલીસ પાસે લઈને ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા કે જાતે જ શોધી લો પછી અમને જણાવી દેજો.

5 અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધાયો
ચંદોશી પોલીસ ચોકીમાં 5 અજ્ઞાત લોકો સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. ચરણ સિંહ ઘ્વારા પોલીસને આપેલી જાણકારીમાં દિલ્હીમાં 5 અજ્ઞાત લોકો વિરુદ્ધ પોતાના દીકરા પર હુમલો કરીને તેની હત્યા કરવાની રિપોર્ટ નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
