મુંબઈમાં નિર્ભયાકાંડ : 30 વર્ષીય મહિલાની બળાત્કાર બાદ ક્રૂર હત્યા
મુંબઈના સાકી નાકા વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર સળિયો નાખવામાં આવ્યો હતો. હાલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે.
મુંબઈ : રાજધાની દિલ્હીમાં બનેલી નિર્ભયાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તે કેસમાં પીડિતા સાથે જે ક્રૂરતા થઈ હતી તે સાંભળીને દરેકનો આત્મા હચમચી ગયો હતો. આવી જ બર્બરતાનું પુનરાવર્તન વારંવાર થયું છે.
મુંબઈના સાકી નાકા વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર સળિયો નાખવામાં આવ્યો હતો. હાલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે, આ ઘટનાને અંજામ આપવામાં વધુ લોકોનો હાથ હોઇ શકે છે.

મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના સાકી નાકા વિસ્તારના ખૈરાણી રોડની છે. આ કેસમાં DCP અને અધિક પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ શરૂ થઈ છે. પોલીસે આ કેસમાં બળાત્કારના આરોપીઓ સામે IPC ની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધ્યો છે.
નિર્ભયા કેસ દેશને હચમચાવી રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ દિલ્હીના નિર્ભયા કેસની યાદો બધાના મનમાં તાજી થઈ ગઈ છે. વર્ષ 2012 માં થયેલા નિર્ભયા ગેંગ રેપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. દક્ષિણ દિલ્હીના વસંત કુંજ વિસ્તારની એક મેડિકલ સ્ટુડન્ટ પર ક્રૂરતાથી સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છોકરીના પ્રાઈવેટ પાર્ટને લોખંડના સળિયાથી નુકસાન કરવામાં આવ્યું હતું.
આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમના પર આરોપો સાબિત થયા હતા. તેમાંથી 1 એ જેલમાં આત્મહત્યા કરી હતી અને એક સગીર હતો, જેને જુવેનાઇલ એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી હતી. બાકીના ચાર દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી. ચારેય દોષિતોને માર્ચ 2020માં ફાંસી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
