
12 વર્ષની માસૂમ બાળકી પર રેપ બાદ શરીર પર માર્યા કાતરના ઘા, એઈમ્સમાં લડી રહી છે જિંદગી સામે જંગ
દેશની રાજધાની ફરીથી એક વાર માનવતાને શરમમાં મૂકી દેતી ઘટના સામે આવી છે. અહીં એક 12 વર્ષની માસુમ બાળકીને એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહી છે. માહિતી અનુસાર બાળકી સાથ ઘરમાં જ યૌન શોષણ કરવામાં આવ્યુ છે અને તેના શરીરમાં કાતર ઘા કરીને હત્યા કરી દેવામાં આવી. પોલિસે જણાવ્યુ કે અમે કેસ નોંધી લીધો છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટના મંગળવારની છે.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો
પોલિેસે આ કેસમાં હત્યા અને યૌન શોષણનો કેસ નોંધી લીધો છે. દિલ્લી પોલિસના પ્રવકતાએ જણાવ્યુ કે કેસમાં પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ કે બાળકીના માતાપિતા અને બહેન ઘરની પાસે કપડાની ફેક્ટરીમાં કામ કરે છે. ઘરવાળા કામ કરવા માટે બહાર ગયા હતા એ વખતે બાળકી ઘરમાં એકલી હતી ત્યારે આ ઘટના બની હતી. જે બિલ્ડિંગમાં પરિવાર રહે છે ત્યાં ઘણા રૂમ છે અને તેને લોકોને ભાડે આપવામાં આવ્યા છે. અહીં મોટાભાગના લોકો ફેક્ટરીમાં જ કામ કરે છે. પોલિસ અહીં રહેતા પડોશીઓની પૂછપરછ કરી રહી છે.

પોલિસ કરી રહી છે તપાસ
પોલિસના પ્રવકતાએ જણાવ્યુ કે તપાસકર્તા ઘરની પાસે રહેતા લોકોની પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટના રૂમમાં બની છે અને આ ઘટનામાં ઘરના લોકો શામેલ હોવાની સંભાવના નકારી શકાય નહિ. આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આ કેસમાં અમુક માહિતી મળી શકે. જોઈન્ટ કમિશ્નર ઑફ પોલિસ શાલિની સિંહે જણાવ્યુ કે ઘટના મંગળવાર સાંજે 5.30 વાગ્યાની છે. પડોશમાં રહેતા એક વ્યક્તિએ બાળકીને ઘાયલ અવસ્થામાં જોઈ તો તેણે આની માહિતી પોલિસને આપી. પડોશીએ પોલિસને જણાવ્યુ કે તેણે એક બાળકીને ઘાયલ અવસ્થામાં ઘરની બહાર આવતા જોઈ છે.

ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી પોલિસ
કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યુ કે ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલિસની ટીમને મોકલવામાં આવી અને બાળકી પાસેની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી પરંતુ બાળકીની હાલત ગંભીર હતી ત્યારબાદ તેને એઈમ્સમાં રિફર કરી દેવામાં આવી. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે પડોશીએ બાળકીને લોહીમાં લથપથ જોઈ જે પોતાના રૂમમાંથી બહાર આવી રહી હતી. બાળકી કંઈ કહે તે પહેલા બેભાન થઈ ગઈ. બાળકીના પેટમાં ઉંડા ઘા છે. આ ઉપરાંત તેના શરીરના બીજા ભાગોમાં પણ ઈજાના નિશાન છે.

લોહીથી લથપથ બાળકી
જ્યારે પોલિસ ઘટના સ્થળે પહોંચી તો રૂમમાં ચારે બાજુ લોહી ફેલાયેલુ હતુ અને અહીં લાદી પર બે કાતર પડી હતી. ઘરમાં સિલાઈ મશીન પણ હતુ જેનાથી સંભવ છે કે ગુનેગારોએ કાતરથી બાળકી પર હુમલો કર્યો હશે. પોલિસે જણાવ્યુ કે શરૂઆતના સમયમાં એ લાગી રહ્યુ છે કે આરોપીઓએ કાતરથી બાળકી પર હુમલો કર્યો, આ ઘટના કઈ રીતે બની તેની તપાસ થઈ રહી છે. બાળકીનુ નિવેદન નોંધ્યા બાદ આરોપીઓની માહિતી મળી શકે છે.

મહિલા પંચે માંગ્યો રિપોર્ટ
દિલ્લી મહિલા પંચે આ ઘટનાની જાણવાજોગ લીધો છે અને પોલિસને નોંટિસ જારી કરી છે. મહિલા પંચે 8 ઓગસ્ટ સુધી ઘટનાની એફઆઈઆરની એક નકલ આપવા માટે કહ્યુ છે. સાથે જ આ કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે જણાવ્યુ કે બાળકી સાથે બર્બરતાથી રેપ કરવામાં આવ્યો અને આરોપીઓએ તેની હત્યા કરવાની કોશિશ કરી. હાલમાં બાળકી એઈમ્સમાં ભરતી છે જ્યાં તે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. બાળકી પર અણિદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો અને તેના આખા શરીર પર ઘાના નિશાન છે અને ખૂબ જ ગંભીર કેસ છે.
જમ્મુ કાશ્મીરઃ આતંકીઓએ સરપંચને ઘરની બહાર ગોળી મારતા થયુ મોત