For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં પહાડી પોસ્ટ પર જોવા મળ્યા બે શંકાસ્પદ, બીએસએફના જવાનોએ બંનેને ભગાડ્યા

પાકિસ્તાન દ્વારા ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશને બીએસએફના જવાનોએ આજે નિષ્ફળ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ સમાચારઃ પાકિસ્તાન દ્વારા ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશને બીએસએફના જવાનોએ આજે નિષ્ફળ કરી દીધી છે. મળતી માહિતી મુજબ આજે પાકિસ્તાનના બે શંકાસ્પદ વ્યક્તિઓએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી ત્યારે બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને બંને શંકાસ્પદોને ભગાડી દીધા. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને શંકાસ્પદો પાછા પાકિસ્તાન સીમા બાજુ ભાગી ગયા છે.

bsf

તમને જણાવી દઈએ કે બંને શંકાસ્પદોએ 25 નવેમ્બરની મોડી સાંજે પઠાણકોટની પહાડીપુર પોસ્ટથી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી. બંને શંકાસ્પદોના આ નાપાક હરકત થર્મલ કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદ બીએસએફના જવાનો એલર્ટ થઈ ગયા. રિપોર્ટ મુજબ બીએસએફની 121 બટાલિયનના જવાનો દ્વારા ફાયરિંગ બાદ ઘૂસણખોરો પાકિસ્તાનની સીમા બાજુ ભાગી ગયા.

પઠાણકોટમાં સરહદી વિસ્તારની નજીક ઘૂસણખોરો જોવા મળ્યા બાદ DIG સહિત BSFના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે સંબંધિત વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યુ હતુ. જો કે, અંધારુ થતા સર્ચ ઓપરેશન બંધ કરાયુ હતુ. ત્યાં આજે પણ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે મોડી રાત્રે લગભગ 9.05 વાગે અમૃતસરની સરહદી ચોકી ડાઓક પાસે પણ એક ડ્રોન જોવા મળ્યુ હતુ. જેમને BSF જવાનોએ ઠાર માર્યુ હતુ. આ સિવાય રાત્રે અમૃતસરની પંજગ્રાઈ બોર્ડર ચોકી પર પણ ડ્રોન એક્ટિવિટી જોવા મળી હતી. જેના પર જવાનોએ ફાયરિંગ કર્યુ હતુ. ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફર્યુ હતુ.

English summary
BSF jawans chased away two suspects by firing in Pahadipur post Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X