ભારતીય સીમામાં ઘુસ્યું પાકિસ્તાની ડ્રોન, BSF તોડી પાડ્યું
પંજાબના અમૃતસરમાં સીમા પાસ પાકિસ્તાનના ડ્રોન ભારતીય સીમામાં ધુસી ગયું હતું. સીમા પર ફરજ બજાવી રહેલા BSF (બોર્ડર સિક્યુરીટી બળ) આ ડ્રોનને તોડી પાડ્યું હતું.
પંજાબના અમૃતસરમાં સીમા પાસ પાકિસ્તાનના ડ્રોન ભારતીય સીમામાં ધુસી ગયું હતું. સીમા પર ફરજ બજાવી રહેલા BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) આ ડ્રોનને તોડી પાડ્યું હતું. BSF દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોમવારની રાત્રે સીમા પર ફરજ બજાવી રહેલા સુરક્ષા દળોના જવાનો અમૃતસરના ચાહપુરના પાસે પાકિસ્તાનમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાવાળા સંદિગ્ધ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે.

આ સાથે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. આ સાથે પોલીસ અને સંબંધિત એજન્સીઓને સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત BSFએ સફેદ રંગની પોલિથીનમાં શંકાસ્પદ ચીજવસ્તુ સાથે આંશિક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં 1 હેક્સાકોપ્ટર પણ જપ્ત કર્યું છે. ચાહરપુર નજીક સરહદી વાડ પાસેના ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડેલી મળી આવી હતી.
મળતા અહેવાલ મુજબ, સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ અમૃતસરના ચાહરપુર નજીકના વિસ્તારમાં પાકિસ્તાનથી ભારતીય બાજુમાં એક શંકાસ્પદ ડ્રોન ઘૂસ્યાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ જવાનોએ ગોળીબાર કરીને શંકાસ્પદ ડ્રોનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગોળી ડ્રોનને વાગી અને તે જમીન પર પડી ગયું હતું.
બે દિવસ પહેલા પણ સરહદ પારથી ઘુસ્યા હતા ડ્રોન
ઉલ્લેખનીય છે કે, આના બે દિવસ પહેલા 26 નવેમ્બરના રોજ પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. શુક્રવારની સાંજે લગભગ 7:45 કલાકે અમૃતસર શહેરથી 34 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, ડાઓકે ગામ નજીક BSF સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતા જોયા બાદ BSF જવાનોએ ડ્રોન પર ગોળીબાર કર્યો હતો.
Amritsar, Punjab | Border Security Force troops deployed at the border shot down a drone entering from Pakistan into Indian territory in the area falling near Village - Chaharpur, District - Amritsar Rural. Area was cordoned, police & concerned sister agencies informed. pic.twitter.com/6OOGjp4NLA
— ANI (@ANI) November 29, 2022
એક રિપોર્ટ અનુસાર જવાનોએ ગોળીબાર કરીને શંકાસ્પદ ડ્રોનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોગી ડ્રોનથી અથડાઈ ગયો હતો. ડ્રોનને તોડી પાડવા માટે BSFએ તેની INSAS રાઈફલમાંથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અજનાલા સબડિવિઝનમાં પેટ્રોલિંગ દરમિયાન BSF એ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં ક્વોડકોપ્ટર, DJI મેટ્રિસ 300 RTK (ચાઈનીઝ ડ્રોન) મેળવ્યું હતું. કેટલાક કેમેરા પણ ડ્રોનમાં ફીટ થયેલા જોવા મળ્યા હતા. ક્વાડકોપ્ટર એક માનવરહિત એરિયલ વાહન છે, જેમાં ચાર રોટર હોય છે.












Click it and Unblock the Notifications
