માયાવતીએ SCને જણાવ્યુ, તેમણે કેમ લગાવડાવી પોતાની મૂર્તિ
બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ પોતાની મૂર્તિઓ બનાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં શપથ પત્ર જમા કરીને પોતાનો જવાબ સોંપ્યો છે.
બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ પોતાની મૂર્તિઓ બનાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં શપથ પત્ર જમા કરીને પોતાનો જવાબ સોંપ્યો છે. માયાવતીએ શપથપત્રમાં પોતાની અને હાથીઓની મૂર્તિઓ પર થયેલા ખર્ચની જાણકારી આપી છે. આ તમામ મૂર્તિઓને લખનઉ અને રાજ્યના અન્ય શહેરોમાં લગાવવામાં આવી છે. માયાવતીએ પોતાના જવાબમાં કહ્યુ છે કે આ મૂર્તિઓ લોકોની ઈચ્છાના આધારે લગાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે માયાવતીને કહ્યુ હતુ કે તે જવાબ આપે કે તેમણે કેમ પોતાની મૂર્તિઓ લગાવડાવી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે પ્રારંભિક તથ્યોના આધારે એવુ લાગે છે કે માયાવતીને જનતાના એ પૈસા પાછા આપવા પડશે જેને તેમણે પોતાની અને હાથીની મૂર્તિ ઉત્તરપ્રદેશમાં લગાવવામાં ખર્ચ કર્યો છે. કોર્ટે કહ્યુ હતુ કે સ્ટેચ્યુ બનાવવામાં ખર્ચ થયેલા જનતાના પૈસાની ભરપાઈ માયાવતીએ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે બસપા સુપ્રીમો દ્વારા પ્રતિમાના નિર્માણ પર જનતાના પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે કે જે રોકવા જોઈએ.
કોર્ટે કહ્યુ હતુ કે મૂર્તિઓના નિર્માણ પર ખર્ચ કરવામાં આવેલ પૈસા સરકારી ખજાના પાછા જમા કરાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ મૂર્તિઓમાં હાથીઓ ઉપરાંત માયાવતીની પોતાની મૂર્તિઓ પણ શામેલ છે. વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટે રવિકાંત અને અન્ય લોકો દ્વારા કરેલ અરજીની સુનાવણી કરતા કહ્યુ કે પ્રથમ દ્રષ્ટિએ માયાવતીએ મૂર્તિઓ પર ખર્ચેલા બધા પૈસાને સરકારી ખજાનામાં જમા કરાવવા જોઈએ.












Click it and Unblock the Notifications
