Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BSP સાંસદ બોલ્યા, ઇસ્લામ વિરુદ્ધ છે 'વંદે માતરમ'

loksabha
નવી દિલ્હી, 9 મેઃ લોકસભામાં બુધવારે વંદે માતરમના અપમાનના મામલે બસપા સાંસદ શફીકુર્રહમાન બર્કે એવુ કારણ આપ્યું છે કે જેનાથી વિવાદ ઉભો થઇ ગયો છે. તેમણે કહ્યું કે ઇસ્લામ વિરુદ્ધ છે વંદે માતરમ અને તેથી તે લોકસભા છોડીને જતા રહ્યાં હતા. બસપા સાંસદે કહ્યું કે આ અમારા ધર્મની વિરુદ્ધ છે, તેથી જો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ આવી તો હુ આવું જ કરીશ જે આજે કર્યુ છે. જ્યાં સુધી દેશની આન-બાનની વાત છે તો હું તેના માટે મારું જીવન કુરબાન કરવા તૈયાર છું.

નોંધનીય છે કે આ પહેલા મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા હતા કે બસપ સાંસદ પેટ ખરાબ હોવાના કારણે સદનની બહાર જતા રહ્યાં હતા. લોકસભામાં બુધવારે બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરતા પહેલા બસપ સાંસદ રાષ્ટ્રગીત વંદે માતરમનું વોકઆઉટ કરીને જતા રહ્યાં હતા. જેના પર લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આપત્તિ વ્યક્ત કરી હતી અને બસપા સાંસદને ભવિષ્યમાં આવું નહીં કરવા જણાવ્યું હતું. લોકસભામાં બુધવારે 12 વાગ્યે બીજી વખત સદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો હંગામો મચી ગયો હતો.

આ વચ્ચે મીરા કુમારે આવશ્યક દસ્તાવેજ સદનમાં રજૂ કરવાયા અને અધ્યક્ષના આસન સામે સૂત્રોચ્ચાર કરી રહેલા સભ્યોને પોતાની બેઠક પર બેસી જવા માટે અનુરોધ કર્યો. સદનમાં દેકારો મચી જતા તેને રોકવા માટે તેમણે સભ્યોને રાષ્ટ્રગીત માટે ઉભા થવા કહ્યું. રાષ્ટ્રગીતની ધુન શરૂ થતા જ બસપા સાંસદ સદનમાંથી ઉભા થઇને જતા રહ્યાં. રાષ્ટ્રગીતની ધુન પુર્ણ થયા બાદ અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્રગીત દરમિયાન એક સભ્ય સદનમાંથી જતા રહ્યાં જે એક ગંભીર મામલો છે. તેમણે કહ્યું કે, તે જાણવા માગે છે કે આવું શા માટે થયું અને ભવિષ્યમાં ક્યારેય પણ આવું થવું ના જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X