પંજાબી સિંગર નવજોત ની હત્યા, ગોળીઓથી વીંધાયેલી લાશ મળી

પંજાબના ઉભરતા સિંગર નવજોત સિંહ (22) ની ગોળીઓથી વીંધાયેલી લાશ રવિવારે રાત્રે ચંદીગઢ પાસે ડેરા બસ્સી વિસ્તારમાં મળવાથી સનસની ફેલાઈ ગયી.

પંજાબના ઉભરતા સિંગર નવજોત સિંહ (22) ની ગોળીઓથી વીંધાયેલી લાશ રવિવારે રાત્રે ચંદીગઢ પાસે ડેરા બસ્સી વિસ્તારમાં મળવાથી સનસની ફેલાઈ ગયી. નવજોત સિંહ ઘ્વારા હાલમાં જ તેના બે સુપરહિટ ગીતો રિલીઝ કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાના માતાપિતાને મળવા માટે પોતાના ગામ બેહર જઈ રહ્યા હતા. નવજોત સિંહની લાશ એક ફેક્ટરી પાસે ખાલી પડેલા પ્લોટમાં મળી હતી. લાશથી લગભગ 50 મીટર દૂર તેમની કાર પણ મળી આવી હતી.

murder

નવજોત સિંહ મોહાલીના ઈકો ટાવર્સના એક ફ્લેટમાં રહેતા હતા અને 11:15 વાગ્યે તેમને પોતાની માતાને ફોન કરીને જણાવ્યું કે તેઓ લગભગ 5 મિનિટમાં ઘરે આવી જશે. ઘણા સમય પછી પણ જયારે તેઓ ઘરે આવ્યા નહીં ત્યારે પરિવારના લોકોએ તેમને ફોન કરવાનું ચાલુ કરી દીધું. જયારે ફોન પર તેમની સાથે વાતચીત થઇ શકી નહીં ત્યારે તેઓ નવજોતને શોધવા માટે નીકળી પડ્યા. ઘરથી થોડે દૂર એક ખાલી પ્લોટમાં નવજોત ની લાશ પડેલી જોવા મળી.

તેના શરીરમાં 4-5 ગોળીઓ વાગી હતી. પોલીસ જણાવ્યું કે નવજોતને શવ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ કેસમાં અજ્ઞાત વિરુદ્ધ કેસ નોંધીને હત્યારાની તપાસ કરવામાં પોલીસ જોડાઈ ચુકી છે. પોલીસ નવજોતને પરિવાર અને તેના મિત્રોની પૂછપરછ કરી રહી છે, તેનાથી હત્યારા વિશે કોઈ નાનો પણ પુરાવો મળી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X