બજેટ 2019: ટ્રેનનું ભાડું નથી વધ્યું, કોઈ નવી ટ્રેન પણ ના વધી

હાલની સરકારે શુક્રવારે રજુ કરેલા બજેટમાં ટ્રેનના ભાડામાં કોઈ વધારો નથી કર્યો. પિયુષ ગોયલે બજેટ વિશે રજૂઆત કરતી વખતે જણાવ્યું કે આ વખતે રેલવેનું કુલ બજેટ 64 હજાર 587 કરોડ રૂપિયા છે.

હાલની સરકારે શુક્રવારે રજુ કરેલા બજેટમાં ટ્રેનના ભાડામાં કોઈ વધારો નથી કર્યો. પિયુષ ગોયલે બજેટ વિશે રજૂઆત કરતી વખતે જણાવ્યું કે આ વખતે રેલવેનું કુલ બજેટ 64 હજાર 587 કરોડ રૂપિયા છે. રેલવેના વિકાસ કામ માટે 1.58 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષે સરકારે તેના માટે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ પણ વાંચો: Budget 2019: મધ્યમ વર્ગના લોકોને સરકારે આપી મોટી ભેટ

અરુણાચલ પ્રદેશને પણ રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે

અરુણાચલ પ્રદેશને પણ રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે

પિયુષ ગોયલે જણાવ્યું કે રેલવે ખુબ જ જલ્દી વંદે માતરમ સેમી હાઈસ્પીડ ટ્રેન જલ્દી ચલાવશે. તેની ખાસ બાબત છે કે તે પુરી રીતે ભારતમાં બનેલી ટ્રેન છે. અરુણાચલ પ્રદેશને પણ રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ પહેલીવાર છે જયારે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, અરુણાચલ રેલવે નકશા પર આવ્યા છે. તેની સાથે પિયુષ ગોયલે ખોરાક અને રેલવેની બીજી સુવિધાઓ સારી કરવા અને ઝડપીથી રેલવે સુવિધાઓ વધારવાની વાત કહી.

વર્ષ 2018 રેલવે માટે ખુબ જ સારું રહ્યું

વર્ષ 2018 રેલવે માટે ખુબ જ સારું રહ્યું

પિયુષ ગોયલે જણાવ્યું કે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વર્ષ 2018 રેલવે માટે ખુબ જ સારું રહ્યું છે. આ વર્ષે દુર્ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ વર્ષે સરકારે બધા જ માનવરહિત ક્રોસિંગ પણ બંધ કરી દીધા છે. એટલું જ નહીં પરંતુ રેલવેનું નુકશાન પણ ઓછું થયું છે.

સરકારે રેલવેમાં રોકાણ વધાર્યું

સરકારે રેલવેમાં રોકાણ વધાર્યું

બજેટ અંગે રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે સરકારે રેલવેમાં રોકાણ વધાર્યું છે, સીસીટીવી કેમેરાથી લઈને વાઇફાઇ સુધી, મને વિશ્વાસ છે કે રેલવેમાં હજુ પણ વધારે રોકાણ ચોક્કસ થશે.

એનડીએ સરકારનું આજે છેલ્લું બજેટ

એનડીએ સરકારનું આજે છેલ્લું બજેટ

2019 લોકસભા ચૂંટણી પહેલા પિયુષ ગોયલે આજે એનડીએ સરકારનું આજે છેલ્લું બજેટ રજુ કર્યું. અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયનો કારભાર સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં અંતરિમ બજેટ રજુ કર્યું. બજેટ 2019માં મોદી સરકારે મોટી ગિફ્ટ આપતા ટેક્સમાં છૂટની સીમા 5 લાખ રૂપિયા કરવાની ઘોષણા કરી દીધી. પીયૂષ ગોયલે મજૂરો માટે પણ ખુશખબરી આપી છે. તેમણે કહ્યું કે 21 હજાર સેલરી વાળા મજૂરોને 7 હજારનું બોનસ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X