બજેટ 2019: ચૂંટણી પહેલા પીએમ મોદી પાસે મતદારોને લલચાવવાનો મોકો, થઈ શકે છે આ ઘોષણાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે શુક્રવારે રજૂ કરાનાર બજેટમાં મતદારોને લલચાવવાનો છેલ્લો મોકો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે શુક્રવારે રજૂ કરાનાર બજેટમાં મતદારોને લલચાવવાનો છેલ્લો મોકો છે. પીએમ મોદીને લોકલુભાવન ખર્ચા સાથે લોન ઓછી કરવાનું જોખમ લેવુ પડશે. પીએમ મોદી જાણે છે કે ત્રણ ભાજપ શાસિત રાજ્યોમાં હાર્યા બાદ મે 2019ની લોકસભા ચૂંટણી પડકારભરી છે. તે વિપક્ષની મતદારોને લલચાવવા માટે કરવામાં આવેલી ઘોષણાઓ જેવી કે લોન માફી અને ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ બાદ દબાણમાં છે.

ખેડૂતોને આપશે રાહત

ખેડૂતોને આપશે રાહત

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી બજેટમાં ખેડૂતો માટે રોકડ હસ્તાંતરણ યોજના લાવી શકે છે. આ ઉપરાંત સરકાર રાજકોષમાં 700 અરબ રૂપિયાનો ખર્ચ નાના વેપારીઓ અને અમુક ટેક્સ આપનાર લોકોને રાહત આપવામાં કરી શકે છે. આ ઉપરાંત જીડીપીના રાજકોષીય નુકશાનને 3.3 ટકા પર લાવવાનું સરકારનું લક્ષ્ય છે. પરંતુ આવનારા વર્ષમાં આના માટે લોન લેવી પડી શકે છે. સિંગાપુરમાં આયોજિત આઈએનજી ગ્રુપ એનવીમાં અર્થશાસ્ત્રી પ્રકાશ સકપાલે કહ્યુ કે કોંગ્રેસની આગેવાનીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનના સત્તામાં આવવા પર રાજકોષીય નીતિ સંભવતઃ ઢીલી રહેશે, જેમાં નુકશાન 3 ટકાના આરામ સ્તરથી ઉપર રહેવાની સંભાવના છે.

કેન્દ્ર સરકાર લાવશે સંભવિત બજેટ

કેન્દ્ર સરકાર લાવશે સંભવિત બજેટ

બ્લૂમબર્ગના સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓને આશા છે કે સરકાર નાણાંકીય વર્ષ 2019માં જીડીપીનું પોતાનું લક્ષ્ય 3.3 ટકાને 3.5 ટકા સુધી લઈ જશે. ટેક્સ પેયર માટે ટેક્સની છૂટ સીમા વધારવામાં આવી શકે છે. રોકાણ પર ઘટાડાની સીમામાં વધારાની સંભાવના છે. ખેડૂતો અને નાના વેપારીઓ માટે સકલ ઉધાર સીમા 2020માં 6.4 ટ્રિનિયન થઈ શકે છે જે 2019માં 5.39 ટ્રિનિયન હતી. સરકાર પર ખર્ચ વધવાના દબાણ ઉપરાંત સરકાર પર રાજસ્વ વધારવાનું દબાણ પણ છે. જીએસટી દ્વારા સરકાર મહિનામાં 1 ખરબ રૂપિયાના લક્ષ્યથી ચૂકી ગઈ છે. જ્યારે સંપત્તિના વેચાણથી આટલી આવકનું અનુમાન લગાવ્યુ હતુ. બ્લુમબર્ગના અર્થશાસ્ત્રીઓના સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતનો રાજકોષીય નુકશાન માર્ચમાં સકલ ઘરેલુ ઉત્પાદત (જીડીપી) ના 3.5 ટકા સુધી પહોંચવાનું અનુમાન છે અને આગામી નાણાંકીય વર્ષમાં 3.3 ટકા સુધી પહોંચી જશે.

આરબીઆઈ દરોમાં કરી શકે છે ઘટાડો

આરબીઆઈ દરોમાં કરી શકે છે ઘટાડો

સરકાર રાજસ્વમાં ઘટાડો લાવવા અને બજેટ નુકશાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પર જલ્દી લાભાંશ આપવાનું દબાણ કરી શકે છે. અમુક રિપોર્ટ બતાવે છે કે આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસને રાજ્યના ખજાનાને વધારવા માટે 400 બિલિયન રૂપિયાથી વધુનો કોષ ખોલી શકે છે. દાસ વ્યાજદરમાં ઘટાડા દ્વારા અર્થ વ્યવસ્થાને સમર્થન આપવાના પક્ષમાં છે જેનાથી મોદી સરકારને વધુ વધારો મળી રહ્યો છે. મોંઘવારી દરના 18 મહિનાના નીચલા સ્તર પર જવા સાથે ઉપભોક્તા માંગ નબળી પડવા અને વધતા વૈશ્વિક જોખમને જોતા અર્થશાસ્ત્રી અનુમાન લગાવી રહ્યા છે કે આરબીઆઈ આ વર્ષે દરોમાં ઘટાડો કરશે જે આગામી સપ્તાહની શરૂઆતમાં થઈ શકે છે. અરુણ જેટલીની અનુપસ્થિતિમાં પિયુષ ગોયલ સંસદમાં 11 વાગે બજેટ રજૂ કરશે. તે બજેટમાં ખેડૂતો, ગરીબો અને સામાન્ય જનતાને રાહત આપવા સાથે આગળનો એજન્ડા પણ મૂકી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X