For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: આગલા 3 વર્ષમાં ઘરોમાં લાગશે વિજળીના પ્રીપેડ સ્માર્ટ મીટર

Budget 2020: આગલા 3 વર્ષમાં ઘરોમાં લાગશે વિજળીના પ્રીપેડ સ્માર્ટ મીટર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું સામાન્ય બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઉર્જા નીતિને લઈ કેટલાય મોટા એલાન કર્યા છે. બજેટમાં નાણામંત્રીએ આગલા 3 વર્ષમા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોથી જૂના મીટર બદલી પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાનો આગ્રહ કર્યો છે. આની સાથે જ આ બજેટમાં પાવર-એનર્જી માટે 22 હજાર કરોડ રૂપિયાનું એલાન કર્યું છે.

nirmala sitharaman

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એલાન કર્યું કે, આગામી વર્ષોમાં ઘરોમાં સ્માર્ટ મીટર લાગશે. જે બાદ ગ્રાહકોને વીજળી કંપની ચૂંટવાની આઝાદી થશે. નાણામંત્રીએ કહ્યું કે, હું તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી જૂના મીટર બદલી પ્રીપેડ સ્માર્ટ મીટર આગલા 3 વર્ષમાં લગાવવાનો આગ્રહ કરું છું. કંઝ્યૂમર આના દ્વારા પોતાની સુવિધાના હિસાબે કંપની અને રેટ પસંદ કરી શકે છે. આ બધાને વિજળી આપવાની દિશામાં મહત્વનું પગલું છે.

માનવામાં આવી રહ્યું છે કે વિજળી મીટર પ્રીપેડ થવાથી ગ્રાહકોને કેટલીક સસ્તી વીજળી મળી શકે છે. જણાવી દઈએ કે હાલમાં વિજળી મંત્રાલયે રાજ્યોને કહ્યું કે તેઓ પોતપોતાના વિજળી નિયામકોથી પ્રીપેડ વિજળી ગ્રાહકો માટે રેટ ઘટાડવા કહે. મંત્રાલયે કહ્યું કે પ્રીપેડ મીટરથી વિજળી વિતરણ કંપનીઓને મીટર રીડિંગ, બિલ અને સંગ્રહ જેવા જે અતિરિક્ત ખર્ચ કરવા નહિ પડે.

1 એપ્રિલ 2019થી સરકારની 3 વર્ષમાં તમામ મીટરોને સ્માર્ટ મીટરમાં તબદીલ કરવાની યોજના છે. વિજળી મંત્રાલયે આદેશમાં કહ્યું કે, રાજ્ય પોતાના વિદ્યુત નિયામક આયોગ એવા ગ્રાહકો પાસેથી વિજળીના છૂટક શુલ્કમાં ઘટાડો લાવવાનો આગ્રહ કરી શકે છે જે ભુગતાન વાળા મીટર દ્વારા વિજળી લઈ રહ્યા છે.

Budget 2020: બજેટમાં આ વસ્તુઓ થઈ મોંઘી અને આ સસ્તી, જુઓ આખુ લિસ્ટBudget 2020: બજેટમાં આ વસ્તુઓ થઈ મોંઘી અને આ સસ્તી, જુઓ આખુ લિસ્ટ

English summary
Budget 2020 Conventional energy meters to be replaced by prepaid 'smart meters' in next 3 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X