For Quick Alerts
For Daily Alerts
Budget 2021: મુખ્ય આર્થિક સલાહકારે આર્થિક સર્વેક્ષણ લૉન્ચ કર્યું, જાણો મહત્વની વાતો
Budget 2021: સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. શુક્રવારે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણ આપ્યું, પરંતુ ખેડૂત આંદોલનને કારણે વિપક્ષી દળોએ તેનું બૉયકૉટ કરી દીધું. જે બાદ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ 2020-21નો રિપોર્ટ રજૂ કર્યો. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2021માં વાસ્તવિક વિકાસ દર -7.7 ટકા અને નાણાકીય વર્ષ 2022માં વાસ્તવિક વિકાસ દર 11.5 ટકા રહેવાનું અનુમાન છે. બાદમાં સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આર્થિક સર્વેક્ષણ 2020-21 લૉન્ચ કર્યું. આવો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીએ...
- કે.વી. સુબ્રમણ્યમ મુજબ આર્થિક સર્વેક્ષણમાં પહેલું ચેપ્ટર કોરોના મહામારી દરમ્યાન લોકોની જીવન રક્ષા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં પર આધારિત છે.
- ભારત સરકારે પોતાની નીતિઓમાં આ વાતનું ધ્યાન રાખ્યું કે લૉકડાઉનથી અર્થવ્યવસ્થા અને જીડીપીને ભારે નુકસાન થશે, પરંતુ તે બાદમાં પરત લઈ શકે છે. જો વધુ લોકોનો જીવ આ મહામારીથી ગયો તો તેને પરત લેવામાં નહિ આવે.
- સર્વેમાં એ વાત માલૂમ પડી છે કે કોવિડ 19 લોકડાઉનને કારણે તે સમયે નેગેટિવ ઈકોનોમી ગ્રોથ થયો, પરંતુ ભવિષ્યમાં આ ગ્રોથ પોઝિટિવ રહેશે.
- સખ્ત લૉકડાઉનને કારણે કોરોના વાયરસના કેસ તો ઘટ્યા જ છે, સાથે જ ઘણી હદ સુધી મોત પણ રોકી શકાઈ છે. આ એક-બે રાજ્યોમાં નહિ બલકે આખા દેશમાં હતું. એવામાં આર્થિક સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે લૉકડાઉન જીવન અને આજીવિકાને બચાવવાનું એક મોટું કારણ હતું.
- મુખ્ય આર્થિક સલાહકાર મુજબ મુશ્કેલ સમયમાં ભારતે જે નીતિગત પ્રતિક્રિયા આપી, તે એક પરિપક્વ અને દૂરદર્શી હતી. ભારતે દીર્ઘકાલિન લાભ પ્રાપ્ત કરવા માટે અલ્પાવધિમાં ઘણું બધું ભોગવ્યું છે.
- સુબ્રમણ્યમ મુજબ લૉકડાઉન વિના પણ કોરોના મહામારી અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરત, પરંતુ લૉકડાઉનને કારણે સમન્વય સ્થાપિત થયો અને વિરાટ સંખ્યામાં લોકોના જીવ બચ્યા.
Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમના આ 6 લોકો પર છે જવાબદારી