Budget 2024 : યુવાનોને લોલીપોપ, નોકરીયાતને કોઈ રાહત નહીં, જાણો બજેટ વિશે શું કહ્યું કોંગ્રેસે?
Budget 2024: 2024 ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલ કરતી જોવા મળી છે. બીજી તરફ કોંગ્રેસે આ બજેટને લોલીપોપ ગણાવ્યુ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું. કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માત્ર નિરાશા અને હતાશા છે.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી. બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તેમાં નવી રોજગારી માટે કોઈ રસ્તો આપવામાં આવ્યો નથી.
રણદીપ સુરજેવાલાએ સોશ્યિલ મીડિયા પર લખ્યુ કે, નહીં MSP, ન દેવામાં રાહત, નવી રોજગારી માટે કોઈ તક નહીં, અસંગઠિત ક્ષેત્ર માટે 20 લાખ રૂપિયા પણ નથી એટલે કે ટેક્સટાઈલ વગેરે જેવા રોજગાર પેદા કરતા ક્ષેત્રો માટે કંઈ નથી.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બજેટમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ જેવા શબ્દો ગાયબ છે. બજેટ સ્પીચમાં SC-ST-BC શબ્દોનું નિશાન નથી. એ સ્પષ્ટ છે કે લોકસભામાં ભાજપ વિરુદ્ધ વોટ ન આપવાની સજા છે. આ બીજેપીનો SC-ST-BC વિરોધી ચહેરો છે.
તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ રાહત નથી, ટેક્સ મુક્તિ સ્લેબમાં કોઈ વધારો નથી, કોઈ રાહત નથી. દેશના ગરીબોનું જીવન સુધારવા માટે ઝીરો, ફક્ત 5 કિલો રાશન લો અને ગરીબીમાં જીવો.
मोदी 3.0 के बजट में निराशा व हताशा !
— Randeep Singh Surjewala (@rssurjewala) July 23, 2024
शून्य + शून्य = शून्य !
👉 किसान के लिए कुछ नहीं -
▪️न MSP की गारंटी,
▪️न क़र्ज़ से राहत,
▪️न डीजल-कीटनाशक दवाई-खाद की क़ीमत कम,
बस बातें ही बातें।
👉 युवा के लिए झुनझुना -
▪️नए रोज़गार का कोई रास्ता नहीं,
▪️सालाना सिर्फ़ 20 लाख युवाओं…
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ બજેટને લઈને સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, નાણા પ્રધાને કોંગ્રેસના ન્યાય પત્ર-2024 માંથી એક શીખ લીધી છે અને તેનો ઇન્ટર્નશિપ કાર્યક્રમ સ્પષ્ટપણે કોંગ્રેસના પ્રસ્તાવિત એપ્રેન્ટિસશીપ કાર્યક્રમ પર આધારિત છે, જેને પહેલી નોકરી પાકી તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, આ હેડલાઇન્સ બનાવવા માટે રચાયેલુ છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તમામ ડિપ્લોમા ધારકો અને સ્નાતકો માટે પ્રોગ્રામેટિક ગેરંટી હતી, જ્યારે સરકારની યોજનાએ મનસ્વી લક્ષ્ય નક્કી કર્યું છે.












Click it and Unblock the Notifications
