Budget 2024 : નરેન્દ્ર મોદી સરકારનું બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી કોપી કરાયુ? જાણો શું કહ્યું જયંત ચૌધરીએ?
Budget 2024 : નરેન્દ્ર મોદી સરકારનું બજેટ જોતા લાગે છે કે તે કોંગ્રેસના મેનિફેસ્ટોની જાહેરાતોની કોપી કરી રહી છે. આ જ કારણ છે કે વિવિધ નેતાઓ તેને કોગ્રેસ મેની ફેસ્ટોની કોપી ગણાવી રહ્યાં છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી એવી જાહેરાતો કરી છે જે પહેલાથી જ કોગ્રેસે તેના મેનિફેસ્ટોમાં લોકોને આપવાની વાત કરી હતી.

બજેટ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ બજેટ તેના ચૂંટણી ઢંઢેરાની નકલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન ભાગીદારોને છેતરવા માટે અડધી શેકેલી રેવડીઓ વહેંચી રહ્યું છે, જેથી NDA ટકી રહે. આ દેશની પ્રગતિનું બજેટ નથી, આ મોદી સરકાર બચાવોનું બજેટ છે.
કોંગ્રેસ નેતા અને રાયબરેલી સાંસદ રાહુલ ગાંધીએ પણ આ આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા સાઈટ X પર રાહુલે આરોપ લગાવ્યો કે આ બજેટ જૂની જાહેરાતો અને મેનિફેસ્ટોની નકલ છે.
કોંગ્રેસના આ આરોપ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. જયંત ચૌધરીએ કહ્યું કે યુવા અને કૌશલ્ય વિકાસ બજેટ ભાષણના કેન્દ્રમાં છે. કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ હોવાનું જણાવવા પર તેમણે કહ્યું કે કોંગ્રેસ વિપક્ષમાં છે, તેમના માટે કંઈપણ કહેવું ખૂબ જ સરળ છે. ઈન્ટર્નશિપને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
આરએલડી નેતા જયંત ચૌધરીએ કહ્યું કે, ભાષણ યુવા અને ભવિષ્ય પર કેન્દ્રિત હતું. નાણામંત્રીએ કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો. નવી સ્કીમ બનાવવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે લોન મુક્તિ આપવામાં આવી છે. વાઉચરો કાઢવામાં આવ્યા છે. ઘણી નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
લેબર પોર્ટલ દ્વારા નોંધાયેલા કામદારોના કૌશલ્ય વિકાસ વિશે વાત કરી છે. 60 કરોડથી વધુ વસ્તીવાળા લોકોની વાત કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ નાણામંત્રીએ આટલી વખત વિકાસ કૌશલ્ય વિશે વાત કરી હોય.
જયંત ચૌધરીએ કહ્યું કે, આનાથી બેરોજગારી પણ ઘટશે. જ્યારે કોંગ્રેસે 1 કરોડ ઈન્ટર્નશીપની જાહેરાતને નકલી ઢંઢેરો ગણાવીને કહ્યું કે અમે પોકળ જાહેરાતો કરતા નથી. તે જે પણ વચન આપીએ છીએ તે પૂરા પણ કરીએ છીએ.












Click it and Unblock the Notifications
