સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ 1 ફેબ્રૂઆરીના રોજ જ રજૂ કરવામાં આવશે

Written By:
Subscribe to Oneindia News

દેશના પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણીને કારણે ફેબ્રૂઆરીમાં બજેટ બહાર પાડવા અંગે વિપક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ વિરોધની બજેટની તારીખ પર કોઇ અસર નહીં પડે. બજેટ પોતાની નિશ્ચિત તારીખ એટલે કે, 1 ફેબ્રૂઆરીના રોજ જ જાહેર કરવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ તો રજૂ થશે, પરંતુ જે રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે, તેમના માટે કોઇ વિશેષ ઘોષણા કરવામાં નહીં આવે.

arun jaitley

નોંધનીય છે કે, પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને બજેટની તારીખને અંગે નારાજગી વ્યક્ત કરતાં વિપક્ષોએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આનો રાજકારણીય લાભ લઇ શકે છે, માટે બજેટની તારીખ આગળ વધારવામાં આવે. વિપક્ષી દળોએ આ અંગે ચૂંટણી પંચ અને સુપ્રિમ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી.

ચૂંટણી પંચ વિપક્ષની આ માંગ પર વિચાર કરી રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, ચૂંટણી પંચ આ અંગે જલ્દી જ પોતાનો નિર્ણય કરશે. જો કે, સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ; આ પાંચ રાજ્યો અંગે આ બજેટમાં ખાસ ઘોષણાઓ કરવામાં નહીં આવે.

English summary
Budget presentation on Feb 1 but no specific announcement for poll-bound states to be made, say top sources.
Please Wait while comments are loading...