Budget Session 2024 : બજેટ સત્ર પહેલા તમામ સાંસદોનું નિલંબન રદ થશે, જાણો શું કહ્યું સંસદીય મંત્રીએ?
સંસદનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, સંસદમાંથી નિલંબિત કરાયેલા તમામ સાંસદોનું નિલંબન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે લોકસભા અને રાજ્યસભા બંનેની વિશેષાધિકાર સમિતિઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને તેમને વિપક્ષના તમામ સભ્યોના સસ્પેન્શનને રદ કરવા વિનંતી કરી છે.

સંસદ સત્ર દરમિયાન 146 વિપક્ષી સાંસદોને હંગામો અને દેખાવોના કારણે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં હવે બજેટ સત્ર પહેલા કેન્દ્રએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે રાજકીય વાતાવરણમાં સંભવિત નરમાઈનો સંકેત આપે છે.
વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન કાર્યવાહીમાં વિવાદાસ્પદ મુદ્દો છે તેને પુરો કરીને રદ કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી છે. શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવશે.
સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવા અંગે પૂછવામાં આવતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, બધાનું રદ કરવામાં આવશે. મેં અધ્યક્ષો સાથે વાત કરી છે, મેં સરકાર વતી વાત કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ સ્પીકર અને ચેરમેનનો અધિકારક્ષેત્ર છે. તેથી અમે બંનેને અનુરોધ કર્યો છે કે તેઓ સંબંધિત વિશેષાધિકૃત સમિતિઓ સાથે વાત કરે, સસ્પેન્શન રદ કરે અને તેમને ગૃહમાં આવવાની તક આપે.
પૂછવામાં આવ્યું કે શું સસ્પેન્ડેડ સાંસદો આવતીકાલે (31 જાન્યુઆરી) થી ગૃહમાં આવશે, તો તેમણે હકારાત્મક જવાબ આપ્યો.












Click it and Unblock the Notifications
