પંજાબઃ મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત, ઘણા ઘાયલ
પંજાબમાં મોહાલી જિલ્લાના ડેરાબસ્સી વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ.
નવી દિલ્લીઃ પંજાબમાં મોહાલી જિલ્લાના ડેરાબસ્સી વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે. એનડીઆરએફના મહાનિર્દેશકે ટ્વિટ કરીને જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે ઘણા લોકો હજુ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ઈમારત નિર્માણીધીન હતી અને ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ હાજર છે. પોલિસ, ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ અને નગર કાઉન્સિલ ડેરાબસ્સીના અધિકારી અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દૂર્ઘટના ડેરાબસ્સીના મેઈન બજાર પાસે બની છે. કાટમાળની નીચે ઘણા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન તેજ કરવામાં આવી રહ્યુ છે.
Punjab: A building collapsed in Dera Bassi of Mohali district today. NDRF is present at the spot, rescue operation is underway.
— ANI (@ANI) September 24, 2020
DG NDRF tweets, "Two reported dead. More victims trapped." pic.twitter.com/Gzd2ydbacm












Click it and Unblock the Notifications
