બુરાડી કાંડમાં નવો ખુલાસો, બિસરા રિપોર્ટમાં સામે આવી 11 લોકોના મોતની સચ્ચાઈ

બુરાડી કાંડમાં નવો ખુલાસો,11 લોકોના મૃત્યુની સચ્ચાઈ સામે આવી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં જ એક જ પરિવારના 11 લોકોના મૃત્યુના મામલે મોટો ખુલાસો થયો છે. આખા દેશને ધ્રૂજાવીને રાખનાર આ મામલામાં બિસરા રિપોર્ટ આવી ગયો છે. ઘટનાના પાંચ મહિના બાદ આવેલ આ રિપોર્ટમાં કેટલીય મહત્વની વાતો જાણવા મળી રહી છે. આ કેસની તપાસ કરનાર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમની આગેવાની કરી રહેલ ડીસીપી જોઈન્ટ ટિર્કીએ બિસરા રિપોર્ટ વિશે જાણકારી આપતા કહ્યું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પરિવારના 11 લોકોનું મૃત્યુમાંથી કોઈના પણ પેટમાં ઝેરીલો પદાર્થ મળ્યો નથી. જણાવી દઈએ કે જીવીત બચેલા પરિજનો અને સંબંધીઓએ આશંકા જતાવી હતી કે કોઈ બાહરી વ્યક્તિએ ઝેર આપીને 11 લોકોનો જીવ લીધો હતો.

બિસરા રિપોર્ટમાં થયો ખલાસો

બિસરા રિપોર્ટમાં થયો ખલાસો

ભાટિયા પરિવારના 11 લોકોના મૃત્યુ પરના બિસરા રિપોર્ટ મુજબ પરિવારના 11 લોકોનું કારણ દુર્ઘટનાવશ આત્મહત્યાને કારણે થઈ હતી. મૃત 11 લોકોમાંથી કોઈના પણ શરીરમાંથી કોઈપણ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નહોતો, જેનો મતલબ કે મૃત્યુનું કારણ આપઘાત છે. જણાવી દઈએ કે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાઈક્લોજિકલ એટોપ્સીની રિપોર્ટ પહેલેથી જ આવી ચૂકી હતી. બિસરા રિપોર્ટ બાદ હવે માત્ર એ રજિસ્ટર્સની હેન્ડ રાઈટિંગ રિપોર્ટ આવવી બાકી છે જે ભાટિયા પરિવારના ઘરમાંથી મળી હતી.

શું એ રાત્રે કોઈ ઘરે આવ્યું હતું?

શું એ રાત્રે કોઈ ઘરે આવ્યું હતું?

ઉલ્લેખનીય છે કે 11 લોકોના મૃત્યુના મામલાને શરૂઆતથી જ અંધવિશ્વાસ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. મૃત લોકોના શવ, ઘટના સ્થળે મળેલ સામાન, ઘરના હાલાત અને આસપાસના લોકો સાથે થયેલ વાતચીત આધાર પરથી આ વાતના સંકેત મળ્યા હતા કે અંધવિશ્વાસમાં પડીને કોઈ સાધના દરમિયાન આપઘાતને કારણે પરિવારના 11 લોકોનાં મોત થયાં. જો કે મૃતકોના સંબંધીઓએ અંધવિશ્વાસની વાતને નકારતાં કોઈએ ઝેરીલો પદાર્થ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આશંકા જતાવી હતી.

કોઈપણ સભ્ય જીવ આપવા નહોતો માગતો

કોઈપણ સભ્ય જીવ આપવા નહોતો માગતો

જણાવી દઈએ કે આ મામલામાં પરિવારના 11 લોકોની મનોવૈજ્ઞાનિક એટોપ્સી રિપોર્ટ પહેલેથી જ આવી ચૂક્યો છે. મનોવૈજ્ઞાનિક અટોપ્સી રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો હતો કે લોકોએ આત્મહત્યા નહોતી કરી, બલકે એક ધાર્મિક અનુષ્ઠાનની પ્રક્રિયામાં દુર્ઘટનાવશ તમામના જીવ ગયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભાટિયા પરિવારનો એકપણ સભ્ય જીવ આપવા નહોતો માંગતો. પરિવારના બધા લોકો લલિતના કહેવા પર ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા હતા, જેમાં એમને બિલકુલ અંદાજો નહોતો કે એમનો જીવ ચાલ્યો જશે.

દિલ્હીના બુરાડીમાં શું થયું

દિલ્હીના બુરાડીમાં શું થયું

દિલ્હીના બુરાડી વિસ્તારમાં આ વર્ષે જ જુલાઈ મહિનામાં ઘરની અંદર પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ નારાયણ દેવી (77), તેમની દીકરી પ્રતિભા (57) અને બે દીકરા ભાવનેશ (50) અને લલિત ભાટિયા (45)ના રૂપમાં થઈ છે. ભાવનેશની પત્ની સવિતા (48), તેમના ત્રણ બાળકો મીનૂ (23), નિધિ (25) અને ધ્રુવ (15) લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને તેનો 15 વર્ષનો દીકરો શિવમ, પ્રતિભાની દીકરી પ્રિયંકા (33)નો પણ મૃતદેહ મળી આવ્યો હતો. પ્રિયંકાની ગયા વર્ષે જ સગાઈ થઈ હતી અને આ વર્ષના અંતમાં તેના લગ્ન થનાર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X