11 મૌત પછી છુપાયેલું સૌથી મોટું રહસ્ય, લલિત અને ટીનાની કહાની
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. શરૂઆતી તપાસમાં તંત્ર મંત્રની વાતો સામે આવી રહી છે.
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. શરૂઆતી તપાસમાં તંત્ર મંત્રની વાતો સામે આવી રહી છે. પાડોશી જણાવી રહ્યા છે કે પરિવાર ખુબ જ ધાર્મિક હતો. કીર્તન કર્યા વિના તેઓ સુતા પણ ના હતા. જે ઘરમાં 11 લાશો મળી છે, ત્યાં મંદિર પાસે એક મૌત નુ રજીસ્ટર પણ મળ્યું છે. રજીસ્ટરમાં મૃત્યુની તારીખ, દિવસ બધું જ લખ્યું છે. અત્યારસુધી એવી ઘણી હેરાન કરી નાખે તેવી બાબતો સામે આવી છે પરંતુ કેટલાક રહસ્ય એવા છે જે આ મામલે એક મોટી કડી સાબિત થઇ શકે છે.
દિલ્હીના બુરાડીમાં જે 11 લોકોની લાશ મળી છે તેમાં પોલીસનું સૌથી વધારે ફોકસ લલિત પર છે. પોલીસને શંકા છે કે મરતા પહેલા લલિત અને ટીના સિવાય બધા જ લોકોએ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું. લલિત નારાયણ દેવીનો નાનો દીકરો હતો જયારે ટીના તેમનું પુત્રવધુ હતી. 11 લાશોમાં નારાયણ દેવીની લાશ પણ મળી છે. લલિત વર્ષોથી મૌનવ્રત પર હતો. પોલીસને શંકા છે કે લલિત અને ટીનાએ પરિવારના બીજા સદસ્યોને બેભાન કરીને તેમના મોઢા પર કપડું અને ટેપ લગાવી દીધી અને તેમને ફાંસી પર લટકાવ્યા. ત્યારપછી લલિત અને ટીનાએ પણ પોતાને ફાંસી લગાવી દીધી.

કેમ 5 વર્ષથી લલિતે મૌનવ્રત ધારણ કર્યું હતું?
નારાયણ દેવીના નાના દીકરા લલિતે છેલ્લા 5 વર્ષથી મૌનવ્રત ધારણ કર્યું હતું. કેટલાક પાડોશીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લલિત લખીને વાત કરતો હતો. તેના વિશે એક હેરાન કરી દેતી જાણકારી મળી કે 10 વર્ષ પહેલા તેનો બિઝનેસ પાર્ટનર સાથે ઝગડો થઇ ગયો. ત્યારપછી કેટલાક લોકોએ દુકાનમાં ઘૂસીને લલિત પર હુમલો કરી દીધો. એવી પણ બાબત સામે આવી કે આ ઘટનામાં લલિતનો અવાઝ ચાલ્યો ગયો. જયારે કેટલાક લોકો ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે આ ઘટના પછી તે ધીરે ધીરે ઠીક થવા લાગ્યો હતો.

પાડોશમાં રહેતી વૃદ્ધ મહિલાએ કર્યા આ ખુલાસા
લલિત વિશે બુરાડીમાં રહેતી મહિલાએ ઘણા ખુલાસા કર્યા છે. તેમને જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા જયારે લલિતની દુકાને હુમલો થયો હતો અને બદમાશો ઘ્વારા દુકાનમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટના પછી તે લોકો સાથે ઓછી વાત કરતો હતો અને છેલ્લા 5 વર્ષથી તેને મૌનવ્રત ધારણ કર્યું હતું. લલિતની દુકાને દિપક અને રામવિલાસ નામના બે કર્મચારી છે. બંનેના જણાવ્યા મુજબ લલિતે તેમને ક્યારેય પણ પરેશાન કર્યા નથી.

આત્મહત્યા કહીને મામલો દબાવવાની કોશિશ
પોલીસની શરૂઆતી તપાસમાં એવું દેખાઈ રહ્યું છે કે લલિતે સૌથી છેલ્લે ટીના સાથે ફાંસી લગાવી. તો શુ આ બધું તેને જ નક્કી કર્યું હતું? કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે નારાયણ દેવીનું ગળું પણ લલિતે દબાવ્યું હતું. પરંતુ હજુ સુધી તેની કોઈ પણ પુષ્ટિ થઇ નથી. બીજી બાજુ નારાયણ દેવીની દીકરી સુજાતા ઘ્વારા મીડિયાને એક અલગ જ કહાની જાણવા મળી છે. સુજાતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આત્મહત્યાનો મામલો બિલકુલ નિરાધાર છે. આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
