શિંદેનું ફરમાન, કાળા કાચ અને પડદાવાળી બસો થશે જપ્ત

ગૃહમંત્રી શિંદેએ રાજ્યસભામાં જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે પોલીસ ટીમ, એક નિશ્ચિત અંતરાલ પર એક લેડી આઇપીએસ અધિકારી સાથે મેડિકલ કંડીશનની જાણકારી મેળવવા માટે હોસ્પિટલે જાય. તેમણે રાજ્યસભામાં ઉપસભાપતિના માધ્યમથી સદનમાં જણાવ્યું કે પોલીસ અધિકારીઓ સાથે વાતચીતમાં કહ્યું છે કે નિર્ણય કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં કોમર્શિયલ ગાડીઓમાં કે જેમના કાચમાં કાળીપટ્ટી અને પડદા લગાવવામાં આવ્યા છે તે અંગે કાર્યવાહી કરી જપ્ત કરવામાં આવે છે.
તમામ કોમર્શિયલ ગાડીઓને નિર્દશ આપવામાં આવ્યો છે કે રાત્રે માર્ગો પર ચાલતી બસોમાં અંદર લાઇટ ચાલૂ રાખવામાં આવે. તમામ બસો અને વાહનોને માલિકોને ત્યાં પાર્ક કરવામાં આવે. બસના ડ્રાઇવર કે કંડક્ટર પાસે નહીં. જે બસો કે વાહનો કોમર્શિયલ કેરિઝ કાયદાનું પાલન નહીં કરે તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. જો પરમીટ કંડિશનનું પણ પાલન નહીં કરવામાં આવે તો તેમના પર કાર્યવાહી કરતા જપ્ત કરવામાં આવશે અને તેમના પરમીટ રદ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
