Business News : ઈશા અંબાણી ખરીદશે આલિયા ભટ્ટની આ કંપની, આટલા કરોડમાં થઇ શકે છે ડીલ
Business News : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત નાની-મોટી કંપનીઓને હસ્તગત કરી રહી છે. રિલાયન્સ વ્યવસાયના વિસ્તરણ માટે સતત અન્ય કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. આ ક્રમમાં રિલાયન્સની રિટેલ બ્રાન્ચ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની કંપની ખરીદવા જઈ રહી છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ આલિયાની ચાઈલ્ડ વેર બ્રાન્ડ એડ-એ-મમ્મા ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને કંપનીઓ વચ્ચે 300-350 કરોડ રૂપિયાની ડીલ થશે.

રિલાયન્સ તેના ઝડપથી વિસ્તરતા બિઝનેસ અંતર્ગત આ પગલું લેવા જઈ રહી છે. સમગ્ર દેશમાં રિટેલ બિઝનેસ વિસ્તરી રહ્યો છે. આ અંતર્ગત કંપની આલિયાની ચાઈલ્ડ વેર બ્રાન્ડને હસ્તગત કરવા જઈ રહી છે.
એવું માનવામાં આવે છે કે, આ ડીલ 300-350 કરોડમાં થઈ શકે છે. રિલાયન્સ આલિયાની કંપની એડ-એ-મમ્મા હસ્તગત કરીને તેના બાળકોના વસ્ત્રોના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં આ ડીલ ફાઈનલ થઈ જશે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, બંને કંપનીઓ વચ્ચે ડીલ અંતિમ તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે, બંને કંપનીઓ વચ્ચે આ મહિનાના અંત સુધીમાં ડીલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટે વર્ષ 2020માં એડ-એ-મમ્માની શરૂઆત કરી હતી.
આ બ્રાંડ શરૂ કરવા અંગે આલિયાએ જણાવ્યું હતું કે, આ કંપની વિશ્વ સ્તરે સ્થાનિક બ્રાન્ડના અભાવને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. તમને આ બ્રાન્ડવાળા બાળકો માટે પોષણક્ષમ દરે ટકાઉ કપડાંના વિકલ્પો મળશે.
આલિયા ભટ્ટ તેની વેબસાઈટ ઉપરાંત કંપની ફર્સ્ટક્રાય, અજિયો, મિંત્રા, એમેઝોન, ટાટા CLIQ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આલિયા ભટ્ટની આ કંપનીનું વેલ્યુએશન 150 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
