• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Excl ...પણ કોઈ ‘રામ’ બનવા તૈયાર નથી !

By Kanhaiya
|

અમદાવાદ, 7 ડિસેમ્બર : સોનિયા આવ્યાં અને ચાલ્યા ગયાં. ગિર્દી એકઠી થઈ અને કપડા ખંખેરી નિકળી ગઈ. આજે કઈં જ નવું થયું નથી અને ચુંટણીની જાહેરાત અગાઉ પણ જ્યારે સોનિયા આવ્યાં, ત્યારેય આવું જ કઈંક થયુ હતું. થોડાંક હજુ પાછળ જોઇએ, તો 2002, 2004, 2007, 2009ની લોકસભા-વિધાનસભા ચુંટણીઓમાં પણ એવું જ થતુ આવ્યું છે. આજે નવું શું થયું? કઈં જ નહીં.

Modi-Sonia

ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 માટેની પ્રચાર ઝુંબેશ પરાકાષ્ઠાએ છે. સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ તરફથી પ્રચારને લઈને સભાઓ-બેઠકોના દોર ચાલી રહ્યાં છે. ભાજપ તરફથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગળ નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર ઝુંબેશમાં લાગેલાં છે, તો મોદીની પાછળ મંત્રિમંડળના સભ્યો, ધારાસભ્યો અને નાના-નાના કાર્યકરોની આખી ફોજ લાગેલી છે.

મતલબ એટલો જ છે કે ગુજરાત ચુંટણીના કેન્દ્રમાં મોદી છે અને હોય પણ કેમ નહીં? તેઓ છેલ્લા અગિયાર વરસોથી ગુજરાતના મુખ્યમંત્રી છે. જે વ્યક્તિ 11 વર્ષોથી મુખ્યમંત્રી પદે હોય, તો ચુંટઈના કેન્દ્રમાં તેનું હોવું સ્વાભાવિક પણ છે. ભલે સારા કાર્યો માટે હોય કે નરસા કાર્યો માટે.

રાવણ કહેનારાઓનો તોટો નથી
શું ગુજરાત વિધાનસભા ચુંટણીની વાતથતી હોય અને મોદીની અવગણના કરી શકાય? પરંતુ આ વખતની ચુંટણીમાં મોદી જેમને સતત નિશાન બનાવતાં રહ્યાં છે, તેવા સોનિયા ગાંધીએ સતત બીજી વાર મોદીનું નામ લેવાનું ટાળ્યું. રાજકોટની સભામાં અને પછી આજની ચુંટણી સભાઓમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ માંડ પંદર મિનિટનું ભાષણ કર્યું, પરંતુ ગુજરાતની ભાજપ સરકારની ટીકા કરી અને તે સરકારના મુખ્યમંત્રનું નામ લેવાનું ટાળ્યું.

હકીકતમાં મોદી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર વિરોધાભાસ છે. પહેલો વિરોધાભાસ એ છે કે મોદી કોંગ્રેસને નિશાન બનાવતાં સીધે-સીધા સોનિયા ગાંધી અને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ઉપર પ્રહાર કરે છે, તો સોનિયા-મનમોહન મોદીનું નામ સુદ્ધા નથી ઉચ્ચારતાં. બીજો વિરોધાભાસ એ છે કે કોંગ્રેસના બાકીના નેતાઓના પૂરા ભાષણો મોદી પર કેન્દ્રિત હોય છે, જ્યારે મોદી કોંગ્રેસના આ બાકીના નેતાઓના નામ સુદ્ધા નથી લેતાં.

કોંગ્રેસના અનેક નેતાઓ સામાન્ય રીતે મોદીની ટીકા કરતાં જીભ કચવાઈ જવાની સ્થિતિએ પહોંચી જાય છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક બહુબોલકણાં નેતા દિગ્વિજય સિંહે મોદીની સરખામણી રાવણ સાથે કરી નાંખી. મોદી દ્વારા 3ડી ટેક્નોલૉજીનો ઉપયોગ કરી અનેક જિલ્લાઓમાં એક સાથે દેખાઈ પ્રચાર કરવાની ઝુંબેશ અંગે દિગ્ગી રાજાએ બાફી નાંખ્યું કે રામાયણમાં એક વ્યક્તિ હતી, જેના દસ માથા હતાં.

હનુમાન, અંગદ, જામવંત, સુગ્રીવ, લક્ષ્મણથી કામ ચાલશે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રાવણને હણાય કઈ રીતે? ભાઈ રાવણ શબ્દ જે ગ્રંથમાંથી આપણી સામે આવ્યો છે, જવાબ પણ તે જ ગ્રંથમાંથી મળે છે. રામાયણ મુજબ રાવણનું વધ કરવા રામની જરૂર પડતી હોય છે. હવે મોદીને રાવણ બતાવવાનો સાહસ કરનારાઓનો તો કોઈ તોટો નથી, પરંતુ શું કોઈ રામ બનવા તૈયાર છે? મોદી છેલ્લાં કેટલાંક દિવસોથી સતત પોતાના ભાષણોમાં કોંગ્રેસ સામે સવાલ કરે છે કે તમારો કૅપ્ટન કોણ છે? મોદીનો આ સવાલ કોંગ્રેસી સંદર્ભે લેવાય, તો મોદી સીધે-સીધું કોંગ્રેસને તેમની સમક્ષ પોતાના રામને રજુ કરવાનો પડકાર ફેંકી રહ્યાં છે. વિટંબણા એ છે કે કોંગ્રેસે આ કથિત રાવણ સામે મુકાબલો કરવા હનુમાન, અંગદ, જામવંત, સુગ્રીવ, લક્ષ્મણ જેવા યોદ્ધાઓ તો ઉતાર્યાં છે, પરંતુ રામને જ બાકી રાખી દીધાં.

હદ કરી નાંખી સોનિયાએ
હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે કોંગ્રેસ પ્રમુખ અથવા એમ કહીએ કે કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી સુદ્ધા પોતાના ચુંટણી ભાષણમાં મોદીનું નામ લેવાનું ટાળે છે. રાજકોટની ચુંટણી સભામાં પણ મોદીની સોનિયાને પૂર્ણત્વે અવગણના કરી હતી, તો આજની સભાઓમાં પણ સોનિયા સતત ભાજપ પર હુમલો કરતાં રહ્યાં. હવે આ હદ નથી તો શું છે? સામાન્યથી સામાન્ય ગુજરાતી અને ખાસથી ખાસ કોંગ્રેસી પણ જાણે છે કે ગુજરાતની ચુંટણી એટલે મોદીના સુશાસન-કુશાસન વચ્ચેનો નિર્ણય કરવા માટેની છે. સમગ્ર દેશ જાણે છે કે ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 પૂર્ણત્વે મોદીની આસપાસ ફરે છે, પરંતુ આ કોંગ્રેસ દ્વારા કોતરાયેલ રાવણને પહોંચી વળવા પોતે સોનિયા પણ રામ બનવા તૈયાર નથી લાગતાં.

ભૂલનું પ્રાયશ્ચિત કે પ્રાયશ્ચિતમાં ભૂલ?
ચાલો માની લઇએ કે ગુજરાત વિધાનસભા ચુંટણી 2007માં સોનિયા ગાંધીએ મોદીને મૌતનો સોદાગર કહી ભૂલ કરી હતી. કહેવાય છે કે સોનિયા દ્વારા મોદીને અપાયેલ આ એકમા્ર ઉપાધિના કારણે મોદી મતોના સોદાગર તરીકે ઉપસી આવ્યા હતાં. કદાચ આ જ કારણ છે કે મોદી તરફથી સતત વાક્બાણ ઝીલવા છતાં સોનિયા મોદીનું નામ સુદ્ધા નથી ઉચ્ચારતાં. તેઓ કદાચ ભયભીત હશે કે ક્યાંક ભૂલથી ફરીથી ભૂલ ન થઈ જાય. શક્ય છે કે મોદીનું નામ ન લઈ તેઓ 2007ની ભૂલનું પ્રાયશ્ચિત કરતાં હોય, પરંતુ શું આ પ્રાયશ્ચિતમાં ભૂલ નથી?

મુદ્દાથી ભટકારો
ગુજરાતની ચુંટણીમાં વિકાસ-વિનાશ, પરિવર્તન-પુનરાવર્તન, આરોપ-પ્રત્યારોપ અનેક મુદ્દાઓ છે, પરંતુ દરેક મુદ્દાની જડમાં જતાં આપને ધરી તરીકે મોદી જ નજરે પડશે. તો શું ગુજરાત ચુંટણીમાં નથી લાગતું કે મોદી જ એક મુદ્દો છે. એવામાં જો સોનિયા ગાંધી દ્વારા 2007ના પ્રાયશ્ચિત રૂપે મોદીનું નામ ન ઉચ્ચારવું મુદ્દાથી ભટકારા સમાન નથી? મોદીને મોદીની જ ભાષા નહીં, તો કમ સે કમ પોતાની ભાષામાં તો જવાબ આપી જ શકાય. સોનિયા ગાંધીના આજના પ્રવાસની પૂર્વસંધ્યાએ પણ મોદીએ સોનિયા ઉપર જોરદાર પ્રહારો કર્યાં અને પ્રશ્નોની ઝડી વરસાવી, પરંતુ સોનિયા મૌન જ રહ્યાં. શું મોદી ના આરોપોનો સોનિયાએ જવાબ આપવો જોઇતો નહોતો? માત્ર ભાજપ સરકાર શબ્દનો ઉપયોગ કરવા માત્રથી તે સરકાર વિરુદ્ધ પ્રચાર થઈ ગયું કે જેના દરેક સારા-નરસા કાર્ય માટેની જવાબદારી તેના મુખિયાની બનતી હોય?

lok-sabha-home

English summary
Congress leaders, who generally criticise Narendra Modi as 'Ravana', but no one ready to become 'Rama'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more