નિર્ભયા ગેંગરેપ કેસઃ દોષિતોને સજા આપવાની તૈયારી, તિહાર જેલમાં થઈ ફાંસીની ટ્રાયલ
નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 16 ડિસેમ્બરે ચારે દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવશે એટલા માટે જે જગ્યાએ ફાંસી આપવાની છે ત્યાં સાફ સફાઈનુ કામ પણ શરૂ થઈ ગયુ છે જેના માટે 100 કિલો બાલૂ રેત ભરેલી બોરીઓને એક કલાક સુધી ફાંસી પર લટકાવીને જોઈ છે. તમને જણાવી દઈએ કે દરેક ફાંસી પહેલા ટ્રાયલ થાય છે જેથી ફાંસી આપતી વખતે કોઈ ભૂલ ના થાય.

નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બક્સર જેલ પ્રશાસને ફાંસીના ફંદા માટે રસ્સી બનાવવાનો ઑર્ડર મળ્યો છે કારણકે બક્સર જેલ પ્રશાસનને મનલા રોપ (ફાંસી અપાતી રસ્સી) બનાવવામાં મહારથ છે. જો કે હજુ સુધી એ નક્કી નથી કે બક્સરને ક્યાંથી ઑર્ડર મળ્યો છે. જો કે તમને જણાવી દઈએ કે તિહાર જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારે દોષિતોને ફાંસી પર લટકાવવા મામલે હજુ સુધી તિહાર જેલ પ્રશાસન પાસે કોઈ અંતિમ લેટર આવ્યો નથી.

એક દોષિતનુ થઈ ચૂક્યુ છે મોત
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ કેસમાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં મોત થઈ ચૂક્યુ છે જ્યારે એક સગીન દોષિત સજા કાપીને જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલી આ નિર્દય ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો. જટિલ લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ કેસ પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. સામૂહિત દુષ્ક્રમ તેમજ હત્યાના આ કેસમાં દોષી મુકેશ, પવન શર્મા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસી આપવાની તૈયારી થઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ પોતાની રક્ષા માટે કેટલી હદે જઈ શકો છો તમે, જાણો શું કહે છે આઈપીસીની જોગવાઈ

દોષી અક્ષય સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે પુનર્વિચાર અરજી
નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી અક્ષય સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાથી બચવા પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે દોષી વિનય, પવન અને મુકેશની પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી. નિર્ભયા ગેંગરેપ કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂકી છે.