For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

By poll Election Counting : ચૂંટણી પંચનો આદેશ - વિજય સરઘસ કાઢવાની પરવાનગી નથી

દેશમાં 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો માટે આદેશ જાહેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

By poll Election Counting : દેશમાં 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો માટે આદેશ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, મતગણતરી પૂરી થયા બાદ કોઈ પણ વિજેતા ઉમેદવારને સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

By poll Election Counting

ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર લેવા જાય છે, ત્યારે તેની સાથે બેથી વધુ વ્યક્તિને મંજૂરી નહીં

આવા સમયે ચૂંટણી પંચે કહ્યું છે કે, જ્યારે વિજેતા ઉમેદવાર રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર લેવા જાય છે, ત્યારે તેની સાથે બેથી વધુ વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

હાલ આ બેઠકોની મતગણતરી ચાલી રહી છે

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના રોજ ત્રણ લોકસભા અને 30 વિધાનસભા સીટ પર થયેલા મતદાનના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. હાલ આ બેઠકોની મતગણતરી ચાલી રહી છે.

આ લોકસભા અને વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી :

  • 30 ઓક્ટોબરે જે ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થયું હતું, તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની બેઠકનો છે.
  • આંધ્રપ્રદેશની બડવેલ સીટ પર ચૂંટણી યોજાઈ હતી. આસામમાં પાંચ વિધાનસભા બેઠકો ગોસાઈગાંવ, ભવાનીપુર, તામુલપુર, મરિયાની અને થૌરામાં મતદાન થયું હતું.
  • બિહારમાં કુશેશ્વર અસ્થાન (SC) અને તારાપુર એમ બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
  • હરિયાણાની એલેનાબાદ વિધાનસભા સીટ પર મતદાન થયું હતું.
  • હિમાચલ પ્રદેશમાં ફતેહપુર, અરકી અને જુબ્બલ-કોટખાઈની ત્રણ બેઠકો પર મતદાન થયું હતું.
  • કર્ણાટકમાં સિંદગી અને હંગલ નામની બે સીટો પર મતદાન થયું હતું.
  • મધ્યપ્રદેશમાં પૃથ્વીપુર, રાયગાંવ (SC), જોબત (ST) બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
  • મહારાષ્ટ્રમાં દેગલુર (SC) સીટ પર મતદાન થયું હતુ.
  • મેઘાલયમાં માવરિંગકેંગ (ST), માવફલાંગ (ST) અને રાજાબાલા મતવિસ્તાર માટે વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી.
  • મિઝોરમના તુરીયલ (ST) વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થયું હતું.
  • નાગાલેન્ડમાં શમતોર-ચેસોર (ST) વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું.
  • રાજસ્થાનમાં બે મતવિસ્તાર વલ્લભનગર અને ધારિયાવાડ (ST)માં મતદાન થયું હતું.
  • તેલંગાણાના હુઝુરાબાદ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થયું હતુ.
  • પશ્ચિમ બંગાળમાં દિનહાટા, શાંતિપુર, ખરદહા અને ગોસાબા (SC) વિધાનસભા બેઠકો માટે 30 ઓક્ટોબરે વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું.
English summary
By poll Election Counting : Election Commission's order - Victory procession is not allowed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X