Bypoll Result 2021: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની લહેર, ત્રણેય સીટ પર આગળ

Bypoll Result 2021: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની લહેર, ત્રણેય સીટ પર આગળ

હિમાચલ પ્રદેશની ત્રણ વિધાનસભા અને એક લોકસભા સીટ પર થયેલ પેટાચૂંટણી માટે આજે મતગણતરી કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે શરૂ થયેલ મતગણતરી બાદ હવે ટ્રેન્ડ આવવા શરૂ થઈ ગયા છે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા રૂઝાન મુજબ કોંગ્રેસ મંડી સંસદીય સીટ અને અર્કી, જુબ્બલ કોટાખાઈ અને ફતેહપુર વિધાનસભા સીટ પર આગળ ચાલી રહી છે. જણાવી દઈએ કે મંડી લોકસભા સીટ પર દિવંગત મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે, તેઓ પોતાના પ્રતિદ્વંદી ભાજપી ઉમેદવાર બ્રિગેડિયર ખુશાલ ઠાકુરથી 5920 મતે આગળ ચાલી રહ્યાં છે. જ્યારે જુબ્બલ કોટખાઈના પરિણામ સામે આવી ચૂક્યાં છે, જેમાં કોંગ્રેસના રોહિત ઠાકુરે બાજી મારી છે.

Bypoll Result 2021

એક તરફ જ્યાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ક્લીન સ્વીક તરફ આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ ભાજપને જબરો ઝાટકો લાગ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપ માટે આ જરાય સારા સંકેત નથી. તમામ વિધાનસભા અને લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે 30 ઓક્ટોબરે મતદાન થયું હતું, જે બાદ આજે (મંગળવારે) ચૂંટણી પંચ પરિણામોનું એલાન કરવા જઈ રહ્યું છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર માનવામાં આવી રહી છે, જેમાં હાલ કોંગ્રેસ ઘણું આગળ નીકળી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મંડી લોકસભા સીટથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જુબ્બલ કોટખાઈથી કોંગ્રેસ જીતી ચૂકી છે જ્યારે અન્ય બે સીટ પર પણ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X