For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAના વિદ્યાર્થીએ અનિલ અંબાણીનું IT એકાઉન્ટ હેક કર્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 સપ્ટેમ્બર : હૈદરાબાદ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીએ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું ઇન્કમ ટેક્સ એકાઉન્ટ હેક કર્યું છે. આ અંગે પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીએ ઉદ્યોગપતિની આવક અને તેમના દ્વારા કેટલો ઇન્કમ ટેક્સ ભરવામાં આવે છે તે જાણવા માટે તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન એકાઉન્ટનું ઇ ફાઇલિંગ હેક કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં મનોજ દાગા એન્ડ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની આર્ટિકલશિપ કરી રહેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીએ એકાઉન્ટ હેક કર્યા બાદ તેની સામે 7 સપ્ટેમ્બરના રોજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પ્રાથમિક તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

anil-ambani

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીનું આઇટી રિટર્ન એકાઉન્ટ હેક કર્યા બાદ વિદ્યાર્થીનીએ ઉદ્યોગપતિની વાર્ષિક આવક, તેમના દ્વારા ચૂકવવામાં આવેલો ટેક્સ, તેમનો પાન કાર્ડ નંબર અે આઇટી વેબસાઇટ પર તેમનો પાસવર્ડ બે વાર બદલ્યા હતા.

અનિલ અંબાણીનું આઇટી રિટર્ન ફાઇલ કરતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મને આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા 26 જૂન અને ત્યાર બાદ 12 જુલાઇએ મેઇલ આવ્યો હતો હતો કે એકાઉન્ટનો પાસવર્ડ બદલવામાં આવ્યો છે. ત્યાર બાદ ફર્મે મુંબઇના પોલીસ કમિશનર હિમાંશું રોયનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં કેસ સાયબર ક્રાઇમનો હોવાનું જાણ થતા જ 7 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી.

English summary
CA student hacks industrialist Anil Ambani's IT account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X