સીએએ સંસદમાં થયો છે પસાર, બધા રાજ્યોએ અમલ કરવો ફરજીયાત: કેન્દ્રીય પ્રધાન
નાગરિકતા સુધારો અધિનિયમ અંગે દેશના જુદા જુદા રાજ્યોમાં વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે એક મોટું નિવેદન આપ્યું છે.
નાગરિકતા સુધારો અધિનિયમ અંગે દેશના જુદા જુદા રાજ્યોમાં વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે એક મોટું નિવેદન આપ્યું છે. સોમવારે મીડિયા સાથે વાત કરતા અર્જુનરામ મેઘવાલે કહ્યું કે નાગરિકતા સુધારો અધિનિયમ સંસદમાં પસાર કરવામાં આવ્યો છે, તેથી બંધારણ હેઠળ આ કાયદાને તમામ રાજ્યોએ લાગુ કરવો પડશે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ અને કેરળ સિવાય કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓએ કહ્યું છે કે તેઓ તેમના રાજ્યમાં નાગરિકતા સુધારો કાયદો લાગુ નહીં કરે.

કાયદો લાગુ ન કરવો એ બંધારણની વિરૂદ્ધ
નોંધપાત્ર વાત એ છે કે અર્જુનરામ મેઘવાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજ્યને એક દિવસ અગાઉ એટલે કે રવિવારે અનેક રાજકીય પક્ષો અને સામાજિક-ધાર્મિક સંગઠનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકતા સુધારો કાયદા સામે સંયુક્ત રીતે વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અર્જુનરામ મેઘવાલે કહ્યું, 'જો કોઈ સરકાર કહે છે કે આ કાયદો પોતાના રાજ્યમાં લાગુ કરશે નહીં, તો તે બંધારણની વિરૂદ્ધ છે, પછી તે પશ્ચિમ બંગાળની સરકાર, કેરળ, રાજસ્થાન અથવા મધ્યપ્રદેશ સરકાર હોય. આ સંસદમાં પસાર કરાયેલ કાયદો છે. રાજ્યોએ તેનું પાલન કરવું પડશે. આ કાયદો રાષ્ટ્રીય હિતમાં છે.

'ભારતના મુસ્લિમ નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી'
નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરતા મુસ્લિમ સમુદાય વિશે અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓને નાગરિકત્વ આપવા માટે ઘડવામાં આવ્યો છે જેમણે ધાર્મિક સતાવણીનો સામનો કરવો પડ્યો છે. ભારતના મુસ્લિમ નાગરિકોને આ કાયદાની ચિંતા કરવાની જરૂર નથી. હું માત્ર કેરળ જ નહીં પરંતુ દેશના તમામ મુસ્લિમોને કહેવા માંગુ છું કે આ કાયદાથી બિલકુલ ડરવાની જરૂર નથી.

1 જાન્યુઆરીએ કોચીમાં સીએએ વિરૂદ્ધ રેલી
અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, આ કાયદાની સાથે કોંગ્રેસ દેશ અને મુસ્લિમોની અંદર ભ્રમ પેદા કરવા માટે અભિયાન ચલાવી રહી છે, જે કોઈ પણ રીતે રાષ્ટ્રીય હિતમાં નથી. આપને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીએ કેરળના કોચિમાં મુસ્લિમ સંગઠનોએ નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ વિશાળ રેલી યોજવાની યોજના બનાવી છે. આ સાથે જ સોમવારે લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નાગરિકત્વ કાયદા વિરુધ્ધ દેખાવો થયા બાદ યુપી પોલીસ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઇતિહાસમાં પહેલીવાર કોઈ સીએમએ કહ્યું છે કે તેઓ લોકો પાસેથી બદલો લેશે અને યુપી પોલીસ સીએમ યોગીના આ જ બદલાયેલા નિવેદનની પાછળ આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
