For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA Protest: પ્રદર્શનકારીઓએ સંભલમાં રોડવેજ બસમાં આગ લગાવી, ઈન્ટરનેટ સેવા બંધ

CAA Protest: પ્રદર્શનકારીઓએ સંભલમાં રોડવેજ બસમાં આગ લગાવી, ઈન્ટરનેટ સેવા બંધ

|
Google Oneindia Gujarati News

સંભલઃ નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં ઉત્તર પ્રદેશા સંભલ જિલ્લાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં પ્રદર્શનકારીઓએ રોડવેજ બસમાં આગ લગાવી દીધી. સાથે જ કેટલીય પોલીસ કારમાં પણ તોડફોડ કરી છે. જે બાદ બાદ માહોલ વધુ ભડકી ઉઠ્યો છે. આ બધું જોઈ સમગ્ર વિસ્તારની બધી દુકાનો અને બજાર અચાનક બંધ કરી દેવામાં આવી. તણાવના માહોલને જોતા સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે બુધવારે ડીજીપી ઓપી સિંહે ઉત્તર પ્રદેશણાં કલમ 144 લાગૂ થઈ હોવાની વાત કહી હતી. સાથે જ પ્રદેશમાં તમામ પ્રદર્શનો પર રોક લગાવી દીધી હતી.

CAA Protest

સંભલ જિલ્લામાં યુવા નાગરિકતા સંશોધન બિલ પરત લેવાની માંગણી કરતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા. અહીં સદર વિસ્તારમાં હાથમાં તિરંગા લઈ યુવાઓએ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ નારેબાજી કરી. આ દરમિયાન અચાનક ઉમટેલી ભીડના કારણે નગરપાલિકા મેદાનની આજુબાજુમાં મોટી સંખ્યામાં પોલીસબળ પણ પહોંચી ગયું. પોલીસે મુસ્લિમ વર્ગના નેતાઓેને ભીડ સંભાળવા કહ્યું

બીજી તરફ વિરોધ યથાવત રાખવા માટે સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ફિરોઝ ખાં, નગરપાલિકા અધ્યક્ષના પતિ હાજી મેમ્બર શકીલ અને સમાજવાદી પાર્ટીના સાંસદ ડૉક્ટર બર્ક પણ મેદાને પહોંચી ગયા. ત્યાં પહોંચેલા નેતાઓએ ભીડને સંબોધિત કરતા નાગરિક સંશોધન કાયદાને દેશનો કાળો કાનૂન ગણાવ્યો. મામલાની ગંભીરતાને જોતા પોલીસ અધીક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા.

CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર

English summary
CAA Protest: protesters set fire on bus at sambhal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X