CAA વિરોધઃ દિલ્લીમાં આજે મોટુ વિરોધ પ્રદર્શન, જવાનોની રજાઓ રદ, પોલિસની ચાંપતી નજર
નાગરિકતા સુધારા એક્ટ સામે શરૂ થયેલુ વિરોધ પ્રદર્શન પૂર્વોત્તરના રાજ્યો બાદ હવે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને બિહાર પહોંચી ગયુ છે. ગુરુવારે સુધારાયેલ નાગરિકતા એક્ટ અને એનઆરસી સામે ડાબેરી પક્ષોએ ભારતને આહ્વાન કર્યુ હતુ. વળી, બિહારમાં ડાબેરી પક્ષોએ આ બંધને આરએલએસપી, વીઆઈપી,એચએએમ અને પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીનુ પણ સમર્થન મળ્યુ. આજે પણ દિલ્લીમાં એક મોટુ પ્રદર્શન થવાનુ છે.

સ્થિતિ બગડવા સંકેત
ખુફિયા ઈનપુટમાં આજે બપોર બાદ દિલ્લીમાં સ્થિતિ બગડવા સંકેત આપવામાં આવ્યા છે એટલા માટે દિલ્લી પોલિસે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પોલિસ પોતાના તમામ જવાનો અને અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. ખુફિયા તંત્રો પાસેથી મળેલા સમાચાર કહી રહ્યા છે કે વિરોધ દરમિયાન આજે તોફાની તત્વો દિલ્લીમાં તોડફોડ, આગ અને લોકોને ભડકાવવાનુ કામ કરી શકે છે અને આના કારણે દિલ્લીમાં દરેક જગ્યાએ પોલિસની ચાંપતી નજર છે.

સિમી અને મુજાહિદ્દીન શામેલ થવાની આશંકા
સમાચાર એ પણ છે કે આજેના વિરોધમાં સિમી અને મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથના લોકો પણ શામેલ થઈ શકે છે. એટલા માટે દિલ્લી પોલિસે આ વખતે યુપી અને હરિયાણામાં તમામ જિલ્લાઓના કેપ્ટન અને કમિશ્નર સાથે વાત કરીને દિલ્લીમાં શાંતિ જાળવવા માટે મદદ માંગી છે.
આ પણ વાંચોઃ દેશમાં જલ્દી ઘટશે ડુંગળીના ભાવ, તુર્કીથી આવશે વધુ 12,000 ટન ડુંગળી

પ્રદર્શનો હિંસક થવાનુ એક મોટુ કારણ ફેક ન્યૂઝ અને ભડકાઉ સમાચારો
આજે દિલ્લીના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ શકે છે. વૉટ્સએપ, ટ્વિટર અને ફેસબુક પર વાયરલ થતી અફવાઓને રોકવા માટે દિલ્લી પોલિસે પૂરતી વ્યવસ્થા કરી છે. તમને જણાવી દઈએ કે વિરોધ પ્રદર્શનો હિંસક થવાનુ એક મોટુ કારણ ફેક ન્યૂઝ અને ભડકાઉ સમાચારો માનવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર નાગરિકતા કાયદા વિશે ખોટી ખોટી અફવાઓ ફેલાવામાં આવી રહી છે જેની વાતોમમાં આવીને લોકો હિંસક પ્રદર્શન પર ઉતરી રહ્યા છે એટલા માટે અમુક સંવેદનશીલ જગ્યાઓએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.