For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA: દિલ્હીમાં ફરી શરૂ થયું વિરોધ પ્રદર્શન, મંડી હાઉસમાં કલમ 144 લાગૂ

CAA: દિલ્હીમાં ફરી શરૂ થયું વિરોધ પ્રદર્શન, મંડી હાઉસમાં કલમ 144 લાગૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા એમેન્ડમેન્ટ એક્ટને લઈ દેશમાં વિરોધ પ્રદર્શન થમવાનું નામ નથી લઈ રહ્યો. રાજધાની દિલ્હીના મંડી હાઉસમાં મંગળવારે કેટલાક પ્રદર્શનકારી સીએએનો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે. દિલ્હી પોલીસે પ્રદર્શનને રોકવા માટે મંડી હાઉસી વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દીધી છે પરંતુ પ્રદર્શનકારીઓ ધીરે-ધીરે એકઠા થવા શરૂ થઈ ગયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ સીએએના વિરોધમાં લોકો મંડી હાઉસથી બારાખંબા સુધી રેલી કાઢી રહ્યા છે.

સંસદ માર્ગ બંધ

સંસદ માર્ગ બંધ

જણાવી દઈએ કે દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખી સંસદ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, ટ્રાફિકથી બચવા માટે આ રસ્તા તરફ ના આવવું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્વરાજ ઈન્ડિયાના પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસે સંસદ માર્ગ બંધ કરી દીધો છે. દિલ્હી પોલીસે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે વિરોધ પ્રદર્શનને જોતા આ માર્ગ પર ગાડી લઈ જતા નહિ.

સ્વરાજ ઈન્ડિયાની રેલી

સ્વરાજ ઈન્ડિયાની રેલી

મંગળવારે સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે નાગરિકતા કાનૂન વિરુદ્ધ દિલ્હીના મંડી હાઉસ વિસ્તારથી લઈ બારાખંબા સુધી માર્ચ બોલાવી છે. પ્રદર્શનકારીઓ એકઠા થાય તે પહેલા જ દિલ્હી પોલીસે મંડી હાઉસમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. જ્યારે પૂર્વી દલિ્હીના સીલમપુરમાં આવેલ હિંસક પ્રદર્શનના આરોપમાં પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. જણાવી દઈએ કે પાઠલા અઠવાડિયે જામિયા અને સીલમપુર વિસ્તારમાં સીએએના વિરોધમાં હિંસક પ્રદર્શન થયાં હતાં.

પ્રદર્શનમાં કેટલાય સંગઠન સામેલ થઈ શકે

મળેલી જાણકારી મુજબ પ્રદર્શનકારીઓ મંડી હાઉસ તરફ વધી રહ્યા છે, પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દીધી છે અને બમણી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરી દેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની હિંસાથી બચવા માટે સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે, પોલીસ સૂત્રો મુજબ મંગળવારે થઈ રહેલ પ્રદર્શનમાં જામિયા મિલ્લિયા ઈસ્લામિયા સિવાય અન્ય કેટલાય સંગઠનો પણ સામેલ થઈ શકે છે. જો કે પોલીસે મંડી હાઉસ વિસ્તારમાં પ્રદર્શનની મંજૂરી આપી નથી. પોલીસે કહ્યું હતું કે ત્યાંથી કોઈને પણ આગળ જવા દેવામાં આવશે નહિ.

દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ હિંસાને ધ્યાનમાં લઈ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, દિલ્હી પોલીસે 19 ડિસેમ્બરે આ આદેશ આપ્યા હતા. પોલીસના આ આદેશને રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી જેને મંગળવારે ન્યાયાલયે ફગાવી દીધી છે.

ઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુ

English summary
CAA: Protests resumed in Delhi, Article 144 imposed in Mandi House
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X