For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવી પાકના ટેકાનો ભાવ વધારવાને કેબિનેટની મંજૂરીઃ સૂત્ર

રવી પાકના ટેકાનો ભાવ વધારવાને કેબિનેટની મંજૂરીઃ સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે રવી પાકના ટેકાના ભાવ વધારવાને મંજૂરી આપી છે. સૂત્રો મુજબ સોમવારે થયેલી બેઠકમાં કેબિનેટે આ નિર્ણય લીધો છે. ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ બિલ હાલમાં જ સંસદમાં પાસ થયાં છે. જેને લઈ પંજાબ, હરિયાણામાં ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. આ દરમ્યાન મોદી કેબિનેટે ઘઉં, ચણા અને બીજા રવી પાકના ટેકાના ભાવને વધારવાની મંજૂરી આપી દીધી છે. કૃષિ લાગત અને મૂલ્ય આયોગની ભલામણ પર કેબિનેટે આ ફેસલો લીધો છે.

pm modi

મોદી સરકાર ખેડૂતો સાથે જોડાયેલ બિલને લાવી છે, જેને સંસદથી મંજૂરી મળી ચૂકી છે. આ બિલોને લઈ ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ટેકાના ભાવને લઈ ખેડૂતોના કેટલાય વાલ છે. ખેડૂતોનું કહેવું છે કે, નવો આ કાનૂન તેમની પાસેથી એમએસપીનો હક છીનવી લેશે. જ્યારે સરકાર આનો ઈનકાર કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એક કાર્યક્રમમાં કૃષિ સુધાર બિલને દેશ અને ખેડૂતોના હિતમાં જણાવવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી ઉપજ અને વેચાણની જે વ્યવસ્થા ચાલી રહી હતી જે કાનૂન છે, તેમાં ખેડૂતોના હાથ પગ બંધાયેલા હતા. આ કાનૂનની આડમાં દેશમાં એવા તાકાતવર ગેંગ પેદા થઈ હતી, જે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. માટે આ વ્યવસ્થામાં બદલાવ કરવી ફરજીયાત હતી. આ બદલાવ આપણી સરકારે કરી દેખાડ્યો છે. નવા કૃષિ સુધારાએ દેશના દરેક ખેડૂતોને આઝાદી જ છે કે તેઓ કોઈને પણ ગમે ત્યાં પોતાનો પાક પોતાની શરતો પર વેંચી શકે છે. હવે તેમને પોતાના ક્ષેત્રની મંડી સિવાયના પણ કેટલાય વિકલ્પ મળી ગયા છે.

IPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડIPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ

English summary
Cabinet approves increase in support price of rabi crop: source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X