કેબિનેટમાં મોટા ફેરફાર પહેલા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને સંતોષ ગંગવારે આપ્યુ રાજીનામુ
આજે સાંજે 6 વાગે કેબિનેટમાં થનારા મોટા ફેરફારના અમુક કલાકો પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તરણ માટેની અટકળો તેજ થઈ ગઈ છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગે થનારા મોટા ફેરફારના અમુક કલાકો પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બે મંત્રીઓ રમેશ પોખરિયાલ નિશંક અને સંતોષ ગંગવારે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. વળી, પશ્ચિમ બંગાળમાંથી રાયગંજના સાંસદ અને કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી દેબાશ્રી ચૌધરીને મંત્રાલયમાંથી હટાવવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પીએમ મોદીને પત્ર લખીને રાજીનામુ આપ્યાની વાત કહી છે. તેમણે આની પાછળ આરોગ્યના કારણોનો હવાલો આપ્યો છે. હાલમાં જ તેઓ કોરોના વાયરસથી રિકવર થઈને કામ પર પાછા આવ્યા હતા. રમેશ પોખરિયાલ કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જો કે તેમણે હજુ સુધી કારણોનો ખુલાસો કર્યો નથી.
સૂત્રોની માનીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની પણ મંત્રીમંડળમાંથી છુટ્ટી થઈ શકે છે અથવા તેમને કોઈ બીજુ મંત્રાલય આપવામાં આવી શકે છે. કોરોના વાયરસની બીજીલહેરમાં મોદી સરકાર સવાલોના ઘેરામાં આવી હતી તેની પરિણામ હર્ષવર્ધને ભોગવવુ પડી શકે છે.












Click it and Unblock the Notifications
