મંત્રીમંડળમાં ફેરફારનો શ્રેય રાહુલ પાસેથી આંચકી લેતા અણ્ણા

કેબિનેટમાં તત્કાળ નહીં જોડાવાના રાહુલ ગાંધીના નિર્ણય અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે યુપીએ કેબિનેટમાં ફેરબદલમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. અણ્ણાએ સોમવારે એવુ નિવેદન કર્યું છે કે, યુપીએ કેબિનેટમાંથી છ મંત્રીઓને રાજીનામું આપવા માટે દબાણ કરવા આવવા પાછળનું કારણ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલો વિરોધ છે.
અણ્ણાએ કેબિનેટમાં થયેલા ફેરબદલનો શ્રેય લેતા કહ્યું છે, '' મારા ચરિત્ર પર કોઇ દાગ નથી, તેથી હું આ ગુંડાઓ સાથે લડું છે અને જૂઓ મે છ કેબિનેટમંત્રીઓની વિકેટ લીધી છે.''
વિદેશમંત્રી એસએમ ક્રૃષ્ણા, માહિતી અને પ્રસારણમંત્રી અંબિકા સોની, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી મુકુલ વાસનિક, મંત્રી અગથા સંગમા અને મંત્રી વિનસેન્ટ પાલા સહિત છ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.












Click it and Unblock the Notifications
