નંદીગ્રામ સીટ પર હાર મામલે મમતા બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, આજે સુનાવણી

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ સીટ પર સુભેંદુ અધિકારીની જીતને પડકાર આપવા માટે મમતા બેનરજીએ કોલકાતા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે કોર્ટ આજે શુક્રવારે સુનાવણી કરશે.

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર સુભેંદુ અધિકારીની જીતને પડકાર આપવા માટે મમતા બેનરજીએ કોલકાતા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે કોર્ટ આજે શુક્રવારે સુનાવણી કરશે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીએ પોતાના પ્રતિદ્વંદી અને ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારીના પડકારને સ્વીકાર કરતાં નંદીગ્રામ વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ સુભેંદુ અધિકારી સામે 2 હજાર વોટથી હાર્યાં હતાં. મમતા બેનરજી ચૂંટણી લડતાં હોવાના કારણે આખા પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ સીટ ચર્ચા માટે હૉટ ટૉપિક હતો.

mamata

ચૂંટણી પરિણામ આવવા પર સુભેંદુ અધિકારીએ 1,10,764 વોટ હાંસલ કર્યા હતા જ્યારે મમતા બેનરજીએ 1,08,808 વોટ હાંસલ કર્યા હતા. જે દિવસે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા હતા તે દિવસે ચૂંટણી પંચની પુષ્ટિ પહેલાં જ મમતા બેનરજીએ મીડિયા સમ આ સીટ પર જીતની ઘોષણા કરી દીધી હતી, જ્યારે ચૂંટણી પંચે આવી કોઈ પુષ્ટિ નહોતી કરી. અંતમાં ચૂંટણી પંચે ભાજપ ઉમેદવાર સુભેંદુ અધિકારીને આ સીટ પર વિજયી ઘોષિત કર્યા.

પરિણામ આવ્યા બાદ ટીએમસીએ આ સીટ પર સુભેંદુ અધિકારીની જીત પર સવાલ ઉઠાવ્યા હતા. ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, નંદીગ્રામમાં કંઈક ગડબડ છે, શું તમને નથી લાગતું? એક પાર્ટી રાજ્યની તમામ સીટમાં લગભગ એક ચતુર્થાંશથી જીતે છે અને મુખ્યમંત્રી પોતાની સીટ હારી જાય છે. નંદીગ્રામમાં ઘણી ગડબડ ચાલી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X